અમેરિકા મિત્રો સાથે ફરવા ગયેલા દિગ્ગજ કોંગી નેતાને આવ્યો હાર્ટ એટેક, ઊંઘમાં જ મોત મળ્યું
Heart Attack Death : વડોદરાના પૂર્વ ડે. મેયર અને પૂર્વ વિપક્ષ નેતા ચિરાગ ઝવેરીનું હૃદય રોગના હુમલાથી નિધન, ટાપુ પર રોકાયા હતા રાતે સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહિ
Vadodara News : માણસોએ હવે કોરોના કરતા પણ વધારે ડરવાની જરૂર છે. કારણ કે, મહામારી તો આવીને જતી રહી છે, પરંતું હાર્ટ એટેક રોજ કોઈને કોઈનો ભોગ લઈ રહ્યો છે. હવે તો સગીર અને યુવા વર્ગના લોકો પણ હાર્ટ એટેકથી ટપોટપ મરી રહ્યાં છે. ત્યારે વડોદરાના પુર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસ નેતા ચિરાગ ઝવેરીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ચિરાગ ઝવેરી મિત્રો સાથે અમેરિકા ફરવા ગયા તે દરમિયાન અવસાન થયું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચિરાગ ઝવેરી મિત્રો સાથે અમેરિકાના પ્રવાસે હતા. તેઓ સાઉથ અમેરિકાના ટાપુ પર રોકાયા હતા, રાતે સૂઈ ગયા પછી સવારે ઊઠ્યાં જ નહીં. ત્યારે વડોદરાના દિગ્ગજ કોંગી નેતા ચિરાગ ઝવેરીનું અવસાન થતાં રાજકીય મોરચે ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
ગુજરાતમાં દર કલાકે 9 લોકોને આવે છે હાર્ટ એટેક
ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના 40047 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 223 અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને છે.
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટ
હાર્ટ એટેકના લક્ષણો શું હોય છે?
છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકાર સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદદ થવું, જડબામાં દુખવું હાથ ભારે લાગવા મુખ્ય લક્ષણો હોય છે.
હાર્ટ એટેકના આ સંકેતો ઓળખો
દુનિયાભરમાં થતા મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો નાની વયના લોકોને પણ હાર્ટ એટેક આવ્યાના અને અચાનક મોત થયાના બનાવ વધી રહ્યા છે. મોટાભાગના લોકો હાર્ટ એટેકને અચાનક થતી ઘટના માને છે પરંતુ હકીકતમાં તો હાર્ટ એટેકની પ્રક્રિયા શરીરની અંદર મહિનાઓ પહેલાથી ચાલતી હોય છે. એટલે કે ઘણા સમય પહેલાથી શરીરમાં એવા ફેરફાર થવા લાગે છે જે સંકેત હોય છે ભવિષ્યમાં હાર્ટ એટેક તરીકે આવનાર જોમખના. જરૂર હોય છે શરીરમાં અનુભવાતા આવા ફેરફારને સમયસર ધ્યાનમાં લઈ અને જરૂરી સારવાર લેવાની. જો સમયસર કેટલાક લક્ષણોને ઓળખી લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે.
હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિનાઓ પહેલા શરીરમાં જોવા મળે છે. આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભુલ ભારે પડી શકે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે.
ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદાર