ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદાર

Jignesh Mevani : કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસમાં આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે, ગુજરાત કોંગ્રેસને ફરી બેઠું કરવામાં યુવા નેતાનો મોટો રોલ સામે આવી રહ્યો છે  
 

ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદાર

Gujarat Congress : એક સમયે કોંગ્રેસ પાસે જૂના જોગીઓની સાથે ચાર કડક અને દમદાર યુવા નેતાઓ હતા. આ ત્રણેયે એકસાથે કોંગ્રેસમાં એન્ટ્રી લીધી હતી, પરંતુ એક પછી એક બે નેતાઓએ કોંગ્રેસમાંથી એક્ઝિટ કરી. આપણે વાત કરીએ છીએ, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની. જેમાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર તો હવે ભાજપના થયા, પરંતુ જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસનો સાથ ન છોડ્યો. કોંગ્રેસ હવે ગુજરાતમાં મજબૂત થઈ રહી છે, ત્યારે હવે જિગ્નેશ મેવાણી કોંગ્રેસના નવા હીરો તરીકે ઉભરી રહ્યાં છે. તાજેતરમાં તેઓ ગુજરાત સરકાર સામે અનેક મુદ્દાઓએ મોરચો માંડવામાં આગેવાની કરતા જોવા મળ્યા છે. જિગ્નેશ મેવાણી ટીમ રાહુલ ગાંધીનો હિસ્સો છે, હાલમાં જ જીગ્નેશ મેવાણી રાજકોટમાં સક્રિય થયા હતા.

મેવાણી ટીમ રાહુલનો હિસ્સો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત મોરચે સક્રિય થયા. રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે બોલતા ભાજપને ગુજરાતમાં હરાવવાનો પડકાર ફેંક્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાની બહાર છે, પરંતુ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સ્થિતિ બદલાઈ છે. હાલમાં જ રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને પક્ષના નેતાઓનો જુસ્સો વધાર્યો. ત્યારે શક્તસિંહ ગોહિલ બાદ જિગ્નેશ મેવાણી કોંગ્રેસના પિક્ચરના હીરો બનતા દેખાઈ રહ્યાં છે. 

રાજકોટ અગ્નિકાંડમાં મેવાણીની આગેવાની રંગ લાવી
પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસની બહાર નીકળ્યા બાદ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગુજરાતમાં કોંગ્રેસના નવા પોસ્ટર બોય બન્યા હતા. મેવાણી છેલ્લાં કેટલાક સમયથી યુવા નેતા તરીકે ઉભરી રહ્યા છે, જે સારી રીતે બોલી શકે છે અને અનેક મુદ્દાઓ પર વિરોધમાં રસ્તા પર ઉતરી શકે છે. કોંગ્રેસના સર્વ સમાજ જનવેદના કાર્યક્રમ દરમિયાન તેઓ મહત્વનો ચહેરો હતા. મેવાણીએ ભાષણો આપ્યા અને એક રીતે પ્રચારનું નેતૃત્વ કર્યું છે. હાલમાં જ રાજકોટ અગ્નિકાંડમાં બંધ મુદ્દે પણ તેમણે આગેવાની કરી હતી, અને રાજકોટમાં બંધ પાળવામાં સફળ રહ્યા હતા.

હાર્દિક પટેલના એક્ઝિટથી સર્જાયેલ શૂન્યાવકાશ મેવાણી દ્વારા ભરવામાં આવ્યો છે. મેવાણી એવા નેતા છે જે જમીન પર સખત મહેનત કરે છે અને લોકો સાથે જોડાયેલા રહે છે. ગુજરાતમાં 27 આદિજાતિ બેઠકો સાથે 12 અનુસૂચિત જાતિ (SC) બેઠકો છે. લગભગ 48 ટકા વોટબેંક ઓબીસીની છે. જિગ્નેશ મેવાણી તમામ સમુદાયો પર પ્રભુત્વ ધરાવે છે. મેવાણી ખુલ્લેઆમ કહે છે કે, તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે 'હંમેશા' રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news