સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યા
Heart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
Surat News : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પરંતું ડાયમંડ નગરી, ટેક્સટાઈલ નગરીમાં આ શુ થવા બેઠુ છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતમાં સુરત શહેરમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે. આ શહેરમાં મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. રવિવારે 3 લોકોના અચાનક બેભાન મોત બાદ સોમવારે પણ વધુ ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. તમામની મોતની પેટર્ન એક જેવી છે.
સુરતમાં રવિવારે ત્રણ લોકોના અચાનક બેભાન થયા બાદ મોત થયા હતો. ત્યારે સોમવારે વધુ ત્રણ લોકોના મોતની ઘટના બની છે. છેલ્લાં 24 કલાકમાં વધુ ત્રણ વ્યક્તિઓના અચાનક બેભાન થતા મોત નિપજ્યા છે. સુરતના પરબત પાટિયા પાસે રહેતા કિશોરભાઈ અચાનક બેભાન થઈ ગયા હતા. તો લિંબાયતમાં રહેતા ગજેસીંગ રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યા ન હતા. આ સાથે જ લિંબાયતમાં રહેતા જ્ઞાનેશ્વર પાટીલ એકાએક બેભાન થઈ ગયા હતા. સારવાર દરમિયાન તમામના મોત નિપજ્યા છે. ત્રણેયને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે.
અમદાવાદમાં વરસાદની આગાહી : તોફાની પવન સાથે આજે ગુજરાતના 10 જિલ્લામાં ત્રાટકશે વરસાદ
હાર્ટ એટેકના આ સંકેતો ઓળખો
દુનિયાભરમાં થતા મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો નાની વયના લોકોને પણ હાર્ટ એટેક આવ્યાના અને અચાનક મોત થયાના બનાવ વધી રહ્યા છે. મોટાભાગના લોકો હાર્ટ એટેકને અચાનક થતી ઘટના માને છે પરંતુ હકીકતમાં તો હાર્ટ એટેકની પ્રક્રિયા શરીરની અંદર મહિનાઓ પહેલાથી ચાલતી હોય છે. એટલે કે ઘણા સમય પહેલાથી શરીરમાં એવા ફેરફાર થવા લાગે છે જે સંકેત હોય છે ભવિષ્યમાં હાર્ટ એટેક તરીકે આવનાર જોમખના. જરૂર હોય છે શરીરમાં અનુભવાતા આવા ફેરફારને સમયસર ધ્યાનમાં લઈ અને જરૂરી સારવાર લેવાની. જો સમયસર કેટલાક લક્ષણોને ઓળખી લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે.
હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિનાઓ પહેલા શરીરમાં જોવા મળે છે. આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભુલ ભારે પડી શકે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે.
ચમત્કારિક ઘટના! એક પથ્થરે બચાવ્યો આખા પરિવારનો જીવ, નહિ તો 6 લોકો મોતને ભેટ્યા હોત
જબડામાં દુખાવો
એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના થોડા દિવસો પહેલા જબડા દુખવા લાગે છે. જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આ દુખાવો અસહ્ય થઈ જાય છે.
ગરદનમાં દુખાવો
હાર્ટ એટેકના શરુઆતી લક્ષણમાં એક ગરદનનો દુખાવો પણ છે. જો તમને ઘણા દિવસથી ગરદનમાં દુખાવો રહેતો હોય તો સમય બગાડ્યા વિના ડોક્ટર પાસે પહોંચી જાવ. ગરદનનો દુખાવો ઘણીવાર સામાન્ય નથી હોતો.
ખભામાં દુખાવો
હૃદયની નજીક હોવાના કારણે હાર્ટ એટેક પહેલા ખભામાં પણ દુખાવાનો અનુભવ થાય છે. ખભામાં જો કારણ વિના અચાનક દુખાવો થાય અને બંધ થઈ જાય તો ડોક્ટર પાસે હાર્ટનું ચેકઅપ કરાવી લેવું.
ટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી
પીઠમાં દુખાવો
હાર્ટ એટેક પહેલા ઘણા દિવસો સુધી પીઠમાં દુખાવો રહે છે. પરંતુ મોટાભાગના લોકો આ દુખાવાને ગંભીરતાથી લેતા નથી અને પછી પરિણામ ગંભીર આવે છે.
છાતીમાં દુખાવો
હાર્ટ એટેક આવે ત્યારે જ છાતીમાં દુખે એવું નથી. હાર્ટ એટેક આવવાનો હોય તેના દિવસો પહેલા પણ છાતિમાં વારંવાર હળવો દુખાવો રહે છે.
Oye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગ
દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
ગુજરાતમાં ચારેતરફ વરસાદ જ વરસાદ : ખેડૂતો પાક બચાવવા આટલું કરશો તો નહિ થાય નુકસાન