Oye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગીત બનાવાયું

Oye-Hoye Bado Badi Song : હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ગાયક ચાહત ફતેહ અલી ખાનનું ગીત વાયરલ થયું છે, આ ગીતે અત્યાર સુધી 1.3 મિલિયનથી વધુ વ્યૂ મેળવી લીધા

Oye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગીત બનાવાયું

Pakistani Singer Chahat Fateh Ali Khan Song : તમે નુસરત ફતેહ અલી ખાન, રાહત ફતેહ અલી ખાન જેવા નામ સાંભળ્યા હતા. તેમના ગીતોના આશિક ગામેગામ છે. તેમના મખમલી અવાજમાં જે જાદુ છે, તેને સાંભળીને લોકો ભાન ભૂલી જાય છે. પરંતુ હાલ એક પાકિસ્તાની ગાયકના ગીતે બધાના કાનના પડદા ફાડી નાંખ્યા છે. આ ગાયકનું નામ છે ચાહત ફતેહ અલી ખાન. આ ગીત સાંભળીને તમે કન્ફ્યૂઝ થઈ જશો. તેમને બનાવેલુ ગીત લોકો માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે. સૌ કોઈ તેમના એક ગીતને ટ્રોલ કરી રહ્યાં છે. 

હાલ સોશિયલ મીડિયામાં એક ગીત ખરાબ રીતે વાયરલ થઈ રહ્યું છે. આવામાં એક પાકિસ્તાની સિંગર ચાહત ફતેહ અલી ખાનનું એક ગીત વાયરલ થઈ ગયું છે. Oye-Hoye Bado Badi ગીત જોરદાર રીતે વાયરલ થયું છે. આ કારણે ચાહત ફતેહ અલી ખાન બેસુરા સિંગરની કેટેગરીમાં આગળ નીકળી ગયા છે. લોકો આ ગીતને ટ્રોલ કરી રહ્યાં છે, તો સાથે જ હવે તેની રીલ્સ બનાવીને મજાક પણ ઉડાવાઈ રહી છે. 

વાયરલ થયું આ ગીત
આ ગીત યુટ્યુબ પર એપ્રિલ 2024 માં મૂકાયું હતું. યુટ્યુબ પર આ ગીતે અત્યાર સુધી 1.3 મિલિયનથી વધુ વ્યૂ મેળવી લીધા છે. તેમનુ ગીત એટલી હદે વાયરલ થયું છે કે, લોકો હવે તેના પર લાઈવ કોન્સર્ટ કરાવી રહ્યાં છે. આ વીડિયોમાં ઈન્ટરનેટ પર વાયરલ થતા જ ચાહત ફતેહ અલી ખાનની ડિમાન્ડ વધી ગઈ છે. 

કોણ છે ચાહત ફતેહ અલી ખાન
પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા 56 વર્ષીય ચાહત ફતેહ અલી ખાનનું અસલી નામ કાશિફ રાણા છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. ઈંગ્લેન્ડથી અભ્યાસ કરીને પરત ફર્યા બાદ ચાહત ફતેહ અલી ખાન લાહોરથી ક્રિકેટ રમવા લાગ્યા હતા. લોકડાઉન દરમિયાન તેમણે પોતાના મ્યૂઝિક વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી. ધીરે ધીરે તેઓ પોપ્યુલર થવા લાગ્યા હતા. તેઓ અનેક પાકિસ્તાની શોમાં પણ જોવા મલ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news