મુસ્તાક દલ/જામનગર: છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરવા જાઓ તો આવા અખતરા ન કરતા, જીવ જોખમમાં મૂકી ગુજરાતીઓ શંકર ધોધ જોવા પહોંચ્યા


ગત તા.1 જુલાઇના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી.તે દરમિયાન એક ખેતરમાં પાણી ઘૂસી જતાં ખેતમજૂરી કરતાં બે લોકો સામળા સાંગાભાઈ (ઉ.વ.30) અને માવદિયા પોલાભાઈ (ઉ. વ.50) પાણીના પ્રવાહમાં ફસાયા હતા. અને ખેતરમાંથી બહાર નીકળવાની કોશિસ કરતાં તેઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા. 


Monsoon hack : તમારો ફોન વરસાદમાં પલળી જાય તો અવનાવો આ ટિપ્સ


બાદમાં તેઓએ ગામના સરપંચને મદદ માટે ફોન કર્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાના લીધે તેઓને બહાર કાઢવા મુશ્કેલ હોય જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી હેલિકોપ્ટરની મદદ માંગતા જામનગર એરફોર્સના જવાનોએ તાત્કાલિક સુતરેજ ગામે પહોંચીને બંને યુવકોને એરલીફ્ટ કર્યા હતા.બાદમાં જામનગર સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.કલેકટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જામનગરથી બંનેને સલામત રીતે ગતરાત્રિના રોજ પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા  છે. 


World Cup 2023: વર્લ્ડ કપ વેન્યૂ અંગે BCCI નો મોટો નિર્ણય, જાણો શું થયો ફેરફાર


પાણીના પ્રવાહમાં ફસાયેલા સામળા સાંગાભાઈએ જણાવ્યું હતું કે, તા.30 જૂનના રોજ રાત્રિ દરમિયાન તેઓ ખેતરે હતા તે દરમિયાન વરસાદના પરિણામે પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા.અને સવારે તેઓએ ખેતરમાંથી બહાર નીકળવાની કોશિસ કરી ત્યારે તેઓ પાણીમાં તણાયા બાદમાં થાંભલો વચ્ચે આવતા પકડી લીધો અને ગામના સરપંચશ્રીને મદદ માટે ફોન કર્યો.


3 કરોડ રૂપિયા પ્રતિ કિલો! આ છે વિશ્વના સૌથી મોંઘા ટામેટાના બીજ


બાદમાં એનડીઆરએફની ટીમ દ્વારા બહાર લાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ બોટ પહોંચી નહિ.માટે જામનગર એરફોર્સથી હેકોપ્ટર આવ્યું અને અમને એરલીફ્ટ કરી જામનગર કલેકટર ઓફિસ સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે.અહી અમને ભોજન કરાવ્યું છે. વાહનની વ્યવસ્થા કરી આપી છે.અને અમને સલામત રીતે અમારા ઘર સુધી પહોંચડવામાં આવશે. 


ભારતના આ મંદિરો ઓળખાય છે વિઝા મંદિર તરીકે, પાસપોર્ટ લઈને દર્શન કરવાથી મળે છે વિઝા


માત્ર એક કલાકની અંદર મદદ મળતા અમારો જીવ બચી ગયો છે.તે બદલ હું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર,સરપંચ,આગેવાનો તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.


Aadhaar સાથે લિન્ક ન કરવા પર Pan Card થઈ ગયુ છે બ્લોક, ફોલો કરો આ સ્ટેપ્સ