ભારતના આ મંદિરો ઓળખાય છે વિઝા મંદિર તરીકે, પાસપોર્ટ લઈને દર્શન કરવાથી મળી જાય છે વિદેશ જવાના વિઝા

Visa Temple: વિદેશમાં સ્થાયી થવું હોય તો વિઝા મળે તે જરૂરી હોય છે. પરંતુ વારંવાર વિઝા અલગ અલગ કારણથી રિજેક્ટ થઈ જતા હોય છે. જે લોકોના વિઝા વારંવાર રીજેક્ટ થતા હોય છે તેઓ વિઝા માટે અપ્લાય કરે ત્યારે માનતા પણ રાખી લેતા હોય છે. આ જ કારણ છે કે ભારતના કેટલાક મંદિરો વિઝા મંદિર તરીકે પ્રખ્યાત થયા છે. એક મંદિર તો એવું છે જ્યાં વિઝા મળે તેના માટે ધાર્મિક વિધિ પણ કરાવવામાં આવે છે.

ભારતના આ મંદિરો ઓળખાય છે વિઝા મંદિર તરીકે, પાસપોર્ટ લઈને દર્શન કરવાથી મળી જાય છે વિદેશ જવાના વિઝા

Visa Temple: વિદેશમાં સ્થાયી થવું હોય તો તેના માટે લાંબી પ્રોસેસ કરવી પડે છે. ખાસ કરીને વિઝા માટે લાંબી પ્રોસેસ કરવી પડે છે. જો કે મોટાભાગના લોકોને વિઝા સંબંધિત એક સમસ્યા નડે છે કે એકવારમાં વિઝા અપ્રુવ થતા નથી. વારંવાર વિઝા અલગ અલગ કારણથી રિજેક્ટ થઈ જતા હોય છે. જે લોકોના વારંવાર વિઝા રીજેક્ટ થતા હોય છે તેઓ વિઝા માટે અપ્લાય કરે ત્યારે માનતા પણ રાખી લેતા હોય છે. આ જ કારણ છે કે ભારતના કેટલાક મંદિરો વિઝા મંદિર તરીકે પ્રખ્યાત થયા છે. આજે તમને દેશના આવા જ મંદિરો વિશે જણાવીએ જ્યાં મોટી સંખ્યામાં લોકો વિઝા મળે તેવી માનતા લઈને આવે છે. આ મંદિરોએ દર્શન કરવાથી અનેક લોકોના વિઝા મંજૂર પણ થયા છે. 

આ પણ વાંચો:

આ મંદિર તેલંગાણાના ઓસ્માન સાગરના કિનારે આવેલું છે. આ મંદિર વિસા બાલાજી મંદિરના નામથી પણ પ્રખ્યાત છે. આ મંદિર વિશે લોકવાયકા છે કે આ મંદિર ખાતે વર્ષ 1980માં સોફ્ટવેર એન્જિનિયર્સનું એક ગૃપ આવ્યું હતું. અહીં પ્રાર્થના કર્યા બાદ તેમને તુરંત જ યુએસ માટે વિઝા મળી ગયા હતા. ત્યારથી અમેરિકા માટેના વિઝા માટે લોકો અહીં દર્શન કરવા આવે છે.

તલ્હાન ગુરુદ્વારા

પંજાબના જાલંધરમાં આવેલા આ ગુરુદ્વારાનો ઈતિહાસ 150 વર્ષ જૂનો છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે તેઓ આ ગુરુદ્વારામાં આવે છે પ્લેનનું રમકડું મુકી જાય છે. 

 
વિઝા વાલે હનુમાન

ચમત્કારી વિઝા વાલે હનુમાન મંદિર દિલ્હીના નેબ સરાયમાં આવેલું છે. અહીં દેશભરમાંથી લોકો આવે છે અને લાલ સ્યાહીની પેન વડે સફેદ કાગળ પર પોતાની વિઝાની ઈચ્છા લખે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી તેમના વિઝા મંજૂર થઈ જાય છે.

 
શ્રી લક્ષ્મી વિઝા ગણપતિ મંદિર

આ મંદિર ચેન્નઈમાં આવેલું છે અને તે સ્ટેટ યુએસ એમ્બેસીથી 10 કિલોમીટર દૂર છે. અહીં આવતા લોકોના એક હાથમાં પાસપોર્ટ હોય છે અને બીજા હાથમાં અગરબત્તી હોય છે. આ મંદિરની વેબસાઈટ ઉપર પણ વિઝા મંજૂર કરાવવા માટેની ધાર્મિક વિધિઓ વિશે જાણકારી આપવામાં આવી છે. જે કરાવવા અહીં લોકો દેશભરમાંથી પહોંચે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news