રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું, કંડલા સૌથી વધુ ગરમ, આગામી 48 કલાકમાં હિટવેવની આગાહી
રાજ્યમાં ધીમે ધીમે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. આજે અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે તો હવે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. કંડલા ગુજરાતનું સૌથી ગરમ શહેર છે. ત્યાં 43. ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આગામી બે દિવસમાં હિટવેવની પણ આગામી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગામી કરવામાં આવી છે.
કંડલા સૌથી ગરમ
સોમવારે રાજ્યભરમાં કંડલા સૌથી ગરમ શહેર રહ્યું છે. ત્યાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં 43.7, અમદાવાદમાં 42.2, ડીસામાં 43.1, વડોદરામાં 42.2 અને સુરતમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હાલ લૉકડાઉનને કારણે પ્રદુષણનું પ્રમાણ તો ઓછું થઈ ગયું છે પરંતુ ગરમી સતત વધી રહી છે.
અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી સતત કેસો ઘટી રહ્યાં છે પરંતુ તંત્ર એલર્ટઃ વિજય નેહરા
આગામી 48 કલાકમાં હિટવેવની આગાહી
તો હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ એટલે કે 48 કલાકમાં હિટવેવની આગાહી પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આ હિટવેવની આગાહી આપવામાં આવી છે. તો આ સાથે અન્ય રાજ્યના તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર