• રાજ્યમાં આગામી 8 દિવસ વધશે ગરમીનો પારો

  • 2 મે સુધી હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી

  • રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં એપ્રિલ મહિનો કાઢવો અઘરો બની રહ્યો છે, ત્યાં હવે આગામી મે મહિનો તોબા પોકારશે. કારણ કે, હવામાન વિભાગ દ્વારા આકરી ગરમીની આગાહી કરાઈ છે. આગામી 8 દિવસ કાળઝાળ ગરમી માટે ગુજરાતીઓ તૈયાર રહે. મંગળવારથી ગરમીનો પારો ઉંચકાવા જઈ રહ્યો છે. મંગળવારથી 8 દિવસ રાજ્યભરમાં 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, 26 એપ્રિલથી 2 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ, પાકિસ્તાનમાં સર્જાનારા એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી ગરમી વધશે. 29, 30 એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. તો રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 


આ પણ વાંચો : અમદાવાદની ગરમીનો ટેસ્ટ, 4 અલગ વિસ્તારમાં ગરમીનો પારો અલગ નીકળ્યો, જ્યાં લીલોતરી છે ત્યાં ગરમી ઓછી


6 વર્ષ બાદ પારો 45 ડિગ્રીથી ઉપર જશે
6 વર્ષ પહેલાં 20 એપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે હવે 6 વર્ષ બાદ ફરી એપ્રિલમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. આ વર્ષે એપ્રિલ મહિનાના પ્રથમ 23 દિવસમાંથી 10 દિવસ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જોવા મળ્યો છે. જો કે 2 દિવસ 43 ડિગ્રી સુધી ગરમી પહોંચી હતી. રેકોર્ડ બ્રેક ગરમીના લીધે આ વર્ષે 27 માર્ચથી 23 એપ્રિલ સુધીમાં માત્ર 2 દિવસ 40 ડિગ્રીથી નીચે ગરમીનો પારો નોંધાયો છે. હીટવેવની આગાહીના લીધે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક માટે 20-20 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળવા લોકોને અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : 


મધ જેવા મીઠા હોય આ ગામના તરબૂચ, ચીનના બીજથી ખેતી કરે છે ખેડૂતો


ગુજરાતના છેવાડાના માનવી કષ્ટ વેઠીને મેળવે છે પાણી, બન્નીના રહેવાસીઓ પાણી માટે હિજરત સિવાય કોઈ વિકલ્પ નથી 


હિંસા વચ્ચે કોમી એકતાની મહેંક, મસ્જિદ આવતા જ શોભાયાત્રાનું ડીજે બંધ કરાયું, મુસ્લિમ અગ્રણીઓએ કર્યું સ્વાગત