અમદાવાદ : રાજ્યમાં આજે અને આવતીકાલે હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અસર રહેવાની છે તો આવતીકાલે સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને ડીસામાં પણ વધારે ગરમી રહેવાની શક્યતા છે તો સુરત અને અમરેલીમાં પણ ગરમી વધારે રહેવાની છે. આ સંજોગોમાં ઉત્તરીય પવનોના કારણે ગરમીમાં વધારો થવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર રિપોર્ટનો જુઓ વીડિયો


ભારત પણ ગરમીની લપેટમાં
હવામાન વિભાગના અનુસાર મે અને જૂન માસ દરમિયાન દેશમાં ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતાં ઉંચો રહેવાનો છે. મે અને જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ વધુ ગરમ રહેવાની સંભાવના છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તેમજ ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ ગરમીનો પારો એકાદ ડિગ્રી ઉપર રહેવાની સંભાવના છે. 


25 વર્ષના આ યુવકે કરી દીધી છે પાકિસ્તાન સરકારની ઉંઘ હરામ, જાણો કેમ?


કેવું રહેશે ચોમાસું?
ચોમાસાને લઇને ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જ આગાહી કરવામાં આવી હતી. હવે હવામાન વિભાગે મે અને જૂન માસમાં માથુ તપાવી નાંખે એવી ભયંકર ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. જોકે ચોમાસા દરમિયાન સારો વરસાદ થવાની પણ સંભાવના છે. પરંતુ આ પહેલા આકરી ગરમી સહન કરવી પડી શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે ચોમાસા આ વખતે સારૂ રહેશે.