• ગુજરાતમાં કાળઝાળ ગરમીએ શનિવારે એક વ્યક્તિનો જીવ લીધો 

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ભાવનગર પાલિતાણાના સેંજળિયા ગામમાં આધેડનું લૂ લાગવાથી થયું મૃત્યુ

  • આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં જાહેર કરાયું યલો એલર્ટ જાહેર 


Weather Forecast Today :આજે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમી હજુ પણ નવા રેકોર્ડ તોડી શકે છે.  સુરેન્દ્રનગર, રાજકોટ અને ભુજ જિલ્લામાં ભારે ગરમી પડશે. લોકોને કામ વગર બપોરે બહાર નહીં નીકળવાની અપીલ કરપાવમાં આવી છે. ગઈ કાલે ગુજરાતમાં કાળઝાળ ગરમીથી પહેલું મૃત્યુ પણ નોંધાયું છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના સેંજળિયા ગામમાં એક આધેડનું લૂ લાગવાથી મૃત્યુ થયું છે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે યલો એલર્ટ
બીજી તરફ, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. સાથે જ સુરેન્દ્રનગર, રાજકોટ અને ભુજમાં પણ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ત્યારે કામ વગર બપોરે બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે. 


આ પણ વાંચો : આ કંપનીની ઈલેક્ટ્રિક ગાડીમાં લાગી રહી છે આગ, માર્કેટમાંથી પરત ખેંચ્યા 3215 વાહનો


ગત એક સપ્તાહ દરમિયાન દેશના અનેક ભાગોમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ અને ધૂળભરેલી આંધી જોવા મળી રહી છે. મોસમનો મિજાજ હાલ બદલાઈ રહ્યો છે, પરંતુ ઉકળતી ગરમીમાંથી જલ્દી રાહત નહિ મળે. અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. તો અનેક સ્થાનો પર મોસમ હળવુ બન્યું છે. અનેક રાજ્યોમાં ભીષણ ગરમીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ખાસ કરીને ઉત્તર ભારત, મધ્ય ભારતમાં તાપમાન તેજીથી વધી રહ્યુ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, પંજાબ, દિલ્હીમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. 


એલર્ટ જાહેર
મોસમ વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તર, ઉત્તર પશ્ચિમ ભારત માટે એલર્ટ જાહેર કરાયુ છે. આ વિસ્તારમાં તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. 


આ પણ વાંચો : 


‘તું મારી ગર્લફ્રેન્ડ બની જા, તારો પતિ તને ખુશ નથી રાખતો’ કહીને સસરાએ ચારવાર પુત્રવધુ સાથે દુષ્કર્મ કર્યું