Heat Stroke In Gujarat : પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, ગુજરાતમાં ગરમીથી લોકોના મોત થઈ રહ્યાં છે. આ વર્ષે મોટાભાગના શહેરોમાં 45 થી વધીને પારો જતા મોતના કેસ વધી રહ્યાં છે. સાથે જ આ ગરમી અનેકોને બીમાર પાડી રહી છે. લેટેસ્ટ માહિતી અનુસાર, અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72 લોકોના મોત થયા છે. આ આંકડો ચોંકાવનારો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72ના મોત નિપજ્યા છે. પહેલીવાર ગરમીના કારણે આટલા મોત થયા છે. સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા 13 દિવસમાં 72 અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા હતા. અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં 108 લોકો ગુમ થયાની ફરિયાદ પણ થઈ છે. રોજ સરેરાશ 10 લોકોના ગુમ થયાની પોલીસ ફરિયાદ થઈ રહી છે. તો માત્ર 2 દિવસમાં જ 25 અજાણી વ્યક્તિના પીએમ કરાયા છે. ગરમીના કારણે લોકો બિમાર થવાની ફરિયાદ વધી છે.


72 મૃતદેહો અજાણ્યા લોકોના
ચોંકાવનારી બાબત એ છે કે, 13 દિવસમાં જે 72 લોકોના મોત થયા છે, તે તમામ અજાણ્યા લોકો છે. ગરમીના કારણે મોત નિપજ્યું હોય, અને અટલી મોટી સંખ્યામાં અજાણ્યા મૃતદેહો મળી આવ્યા હોય તેવી શહેરની આ પહેલી ઘટના છે. આ મૃતદેહોમા રસ્તે રઝળતા લોકો અને સારા ઘટના લાગતા હોય તેવા અજાણ્યા લોકોના મૃતદેહો પણ છે. આ સામે શહેરમાં છેલ્લાં 10 દિવસમાં 108 લોકોની ગુમ થયાની ફરિયાદ પણ થઈ છે. પોલીસ ચોપડે અમદાવાદમાં રોજ સરેરાશ 10 લોકો ગુમ થયા હોય તે આંકડો પણ ચોંકાવનારો છે. 


ગરમીમા આ રીતે ધ્યાન રાખો
દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ. 


ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ


આ છે હીટવેવના લક્ષણો


  • માથુ દુખવુ, પગની પીંડીમા કળતર

  • શરીરનું તાપમાન વધી જવુ

  • ખુબ તરસ લાગવી

  • પરસેવો, પેશાબ ન થવો

  • ચામડી લાલ,સુકી થવી

  • ઉલટી,ઝાડા,ઉબકા ચક્કર આવવા

  • આંખે અંધારા આવવા,બેભાન થઇ જવુ

  • મુંઝવણ થવી

  • ખેંચ આવવી.

  • સ્નાયુઓમાં દુખાવો થવો

  • ખૂબ પરસેવો અને અશક્તિ આવવી. 

  • અળાઇઓ નીકળવી. 


આજથી ગરમીનું પ્રમાણ ઘટશે 
રાજ્યમાં ગરમીની વિદાયનો પ્રારંભ આજથી થઈ ગયો છે. આજથી રાજ્યમાં પ્રી મોન્સુન વરસાદની આગાહી છે. ચોમાસાના એક સપ્તાહ પેહલા રાજ્યમાં વરસાદની આગાહી છે. એટલે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 


એક બેઠક ગુમાવ્યાનું દુખ પાટીલના ચહેરા પર દેખાયું, પરિણામ પછી આપ્યું મોટું નિવેદન