ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

Monsoon Arrival : રાજ્યમાં આજથી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ.. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા

ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

Monsoon 2024 Prediction : રાજ્યમાં ગરમીની વિદાયનો પ્રારંભ આજથી થઈ ગયો છે. આજથી રાજ્યમાં પ્રી મોન્સુન વરસાદની આગાહી છે. ચોમાસાના એક સપ્તાહ પેહલા રાજ્યમાં વરસાદની આગાહી છે. એટલે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 

આજે 6 જૂનમા ક્યાં વરસાદની આગાહી
આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી 

7 જૂને ક્યાં વરસાદની આગાહી
આવતીકાલે 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર ,વલસાડ, તાપી, નર્મદા, નવસારીમાં આગાહી

8 જૂને ક્યાં વરસાદની આગાહી
8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી

9 અને 10 જુને ક્યાં વરસાદની આગાહી
રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી 

9 જૂન થી 11 જૂન મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. માત્ર રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું છે. જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ 41.7 ડિગ્રી, ગાંધીનગર 41.5 ડિગ્રી, રાજકોટ 41.4 ડિગ્રી, ડીસા 39.7 ડિગ્રી, વડોદરા 39.2 ડિગ્રી અને કંડલાનું તાપમાન 39.4  ડિગ્રી નોંધાયું છે. 

અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ, આ સમયે કરજો વાવણી 
ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news