નિલેશ જોશી, દમણ: કેરળ બાદ હવે ગુજરાતમાં ચોમાસુ વહેલી આવે તેવી શક્યતા છે. જેને લઈ સંઘ પ્રદેશ દમણમાં પ્રિ મોન્સૂનની એક્ટિવિટીમાં વધારો જોવા મળ્યો છે. પ્રિ-મોન્સૂનની એક્ટિવિટીને ધ્યાને રાખી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. માછીમારોને પોતાની બોટ સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે. જેથી હવે માછીમારોએ માછીમારી પણ બંધ કરી છે. હાલમાં માછીમારો પોતાની બોટના સમારકામમાં લાગ્યા છે. મહત્વનું છે કે, સામાન્ય રીતે માછીમારો નાળિયેરી પૂનમના દિવસે માછીમારીની શરૂઆત કરતા હોય છે. દરિયો શાંત થયા બાદ ફિશરીઝ વિભાગની સૂચના બાદ માછીમારો દરિયામાં જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળ વર્ષે ચોમાસુ 3 દિવસ પહેલા બેસી ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે ચોમાસુ વહેલા આવે તેવી સંકેત વર્તાઇ રહ્યા છે. ત્યારે પાડોશી સંઘપ્રદેશ દમણના દરિયામાં હાલે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં પણ વધારો થયો છે. દમણના મધદરિયે દરિયાના પાણીમાં ભારે કરંટ જોવા મળતાં ફિશરીઝ વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે માછીમારોએ પોતાની બોટ દમણની જેટી ખાતે સલામત રીતે ખડકી દેવામાં આવી છે.


મોડી રાતે ઘરે જતી યુવતીને બે નરાધમો પકડી ખેંચવા લાગ્યા, અને પછી જે થયું તે જાણીને કાળજું કંપી જશે


હાલે દરિયામાં ભારે કરંટના કારણે માછીમારોએ પોતાની હોળીઓ અને બોટ દમણ જેટી પર સલામત સ્થળે મુકવામાં આવી રહી છે. હાલે દમણના દરિયામાં માછીમારી બંધ છે. જેથી માછીમારો હાલે પોતાની બોટમાં સમારકામ કરી રહ્યા છે અને આવતી માછીમારીની મોસમ શરૂ થાય તે પહેલાં પોતાની બોટને સજ્જ કરી રહ્યા છે. બોટ માલિકો હાલે પોતાની બોટમાં કલરકામ સહિત અન્ય મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યા છે.


અમદાવાદીઓ સાવચેત! બીજા શહેરો કરતા અમદાવાદમાં સૌથી વધુ કેસ, ત્યારબાદ આ શહેરનો નંબર


આવતા સમયમાં જ્યારે દરિયો શાંત થશે અને દમણ ફિશરીઝ વિભાગ જ્યારે પરવાનગી આપશે ત્યારે દમણના માછીમારો પોતાની બોટ દરિયામાં મોકલશે. દર વખતે સામાન્ય રીતે નાળિયેરી પૂનમના દિવસે માછીમારો પોતાની નવી માછીમારી કરવાની મોસમની શરૂઆત કરતા હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube