મોડી રાતે ઘરે જતી યુવતીને બે નરાધમો પકડી ખેંચવા લાગ્યા, અને પછી જે થયું તે જાણીને કાળજું કંપી જશે

વાંસદાના ખાટાઆંબા ગામે ગત 21 મેની રાતે લગ્ન પ્રસંગમાં વાંસદાના જ એક ગામની 22 વર્ષીય કામિની સહેલીઓ સાથે ગઈ હતી. કામિની મોડી રાતે 1 વાગ્યના અરસામાં સહેલીઓ સાથે પરત ફરી રહી હતી, ત્યારે અચાનક ખાટાઆંબા ગામના સ્મશાન ભૂમિના રસ્તા પાસે બે નરાધમો પાછળથી આવ્યા હતા

મોડી રાતે ઘરે જતી યુવતીને બે નરાધમો પકડી ખેંચવા લાગ્યા, અને પછી જે થયું તે જાણીને કાળજું કંપી જશે

ધવલ પારેખ, નવસારી: વાંસદાના ખાટાઆંબા સહેલીઓ સાથે લગ્નની મજા માણીને ઘરે પરત ફરી રહેલી વાંસદાના અકે ગામની યુવતીને ખાટાઆંબા ગામના જ બે નરાધમોએ બળપૂર્વક ખેંચી નજીકની કાજુ વાડીમાં ઢસડી દુષ્કર્મ આચાર્યુ હતુ. દુષ્કર્મને કારણે ઘાયલ યુવતીને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. વાંસદા પોલીસે નરાધમોની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે. 

વાંસદાના ખાટાઆંબા ગામે ગત 21 મેની રાતે લગ્ન પ્રસંગમાં વાંસદાના જ એક ગામની 22 વર્ષીય કામિની સહેલીઓ સાથે ગઈ હતી. કામિની મોડી રાતે 1 વાગ્યના અરસામાં સહેલીઓ સાથે પરત ફરી રહી હતી, ત્યારે અચાનક ખાટાઆંબા ગામના સ્મશાન ભૂમિના રસ્તા પાસે બે નરાધમો પાછળથી આવ્યા હતા અને કામિનીને ગળામાંથી પકડી ખેંચવા માંડ્યા હતા. કામિનીએ બચવા માટે પ્રયાસો કર્યા પણ એની સહેલીઓ ગભરાટને કારણે ત્યાંથી ભાગી ગઈ હતી.

જ્યારે બંને નરાધમો કામિનીને ખેંચીને નજીકની કાજુની વાડીમાં લઈ ગયા હતા અને બંનેએ કામિનીના હાથ પકડી રાખી વારા ફરતી દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં કામિનીએ બંને ઓરોપીમાં એક ખાટાઆંબાના મોટાપાડા ફળિયાનો તેજસ પઢેર અને બીજો જીતેન્દ્ર માહલાને ઓળખી કાઢ્યા હતા. તેજસ ફરી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે હાથમાં આવેલ પથ્થર તેને મારીને કામિની ઘટના સ્થળેથી ભાગીને ઘરે પહોંચી હતી.

જ્યાં તેની તબિયત બગડતા તેને તાત્કાલિક નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાંથી વાંસદા પોલીસને જાણ થતા પીડિતા કામિનીની ફરિયાદને આધારે પોલીસે સામુહિક દુષ્કર્મનો ગુનો નોંધી ખાટાઆંબાના તેજસ પઢેર અને જીતેન્દ્ર માહલાની ધરપકડ કરી હતી. સાથે જ પીડિતા તેમજ આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાવી આગળની તપાસ આરંભી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news