Gujarat Rains: હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તેમ જ કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં જ્યારે 30 મેના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કરા સાથે ધોધમાર વરસાદ; વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારો જળબંબાકાર


રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. 28 અને 29 તારીખે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આવતી કાલે અને પરમ દિવસે કમોસમી વરસાદની હવામાનની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. જેમાં આજે શનિવારે પણ 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના અનેક શહેરોમાં પવન ફૂંકાઈને વરસાદ આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ કારણે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.


અમદાવાદમાં ભારે વરસાદ, આજે મેચ નહીં રમાઈ તો કોણ બનશે ચેમ્પિયન? જાણો


છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદની સ્વીચ પડી છે. વાતાવરણમાં આ પરિવર્તનની સાથે અનેક વિસ્તારોમાં શુક્રવારે સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હજી પણ રવિવાર અને સોમવારે અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.


IPL ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ! અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ, આગામી 3 કલાક ભારે


ક્યાં ક્યાં વરસાદ આવશે 
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.


ગુજરાતના આ શહેરોમાં પડ્યો ધોધમાર વરસાદ, જાણો હજું ક્યાં-ક્યાં વરસાદ પડવાની છે આગાહી?


30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે 
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, કમોસમી વરસાદથી રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી મુક્તિ મળશે. 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. વાતાવરણમાં સીધો 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે. આજથી ગુજરાતભમાં ભારે પવનો ફૂંકાશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.


મા ઉમિયાના ચરણોમાં બાબા બાગેશ્વર: ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાટીદાર સમાજ વિશે કહ્યું કે...