રાજ્યના 182 તાલુકાઓમાં વરસાદ, ગીર-સોમનાથ અને પાટણમાં અનરાધાર
રાજ્યમાં સમગ્ર દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ પાટણના સિદ્ધપુરમાં અને ગીરસોમનાથના ઉનામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે રાજ્યના છ તાલુકામાં બે ઇંચ કે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ અને તે એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 62 તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
અમદાવાદ: રાજ્યમાં સમગ્ર દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ પાટણના સિદ્ધપુરમાં અને ગીરસોમનાથના ઉનામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે રાજ્યના છ તાલુકામાં બે ઇંચ કે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ અને તે એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 62 તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં સરેરાશ 1.5 ઈંચ વરસાદ
અમદાવાદમાં સરેરાશ 1.5 ઈંચ વરસાદ જેટલો વરસાદ નોંધાયો હતો. સામાન્ય વરસાદમાં જ એએમસીની પોલ ખુલી ગઇ હતી. અને ઠેર-ઠેર પાણી ભરાવાના કિસ્સાઓ તથા ભુવા પડવાના બનાવો બન્યા હતા. જ્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઝોનમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌથી ઓછો વરસાદ દક્ષિણ ઝોનમાં 1 ઈંચ જેટલો નોંધાયો હતો.
ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતું અટકાવવા માટે ડીજીપીનો મહત્વનો નિર્ણય
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સરખેજ, પ્રહલાદનગર, આનંદનગર, વસ્ત્રાપુર, શ્યામલ, વેજલપુર, જીવરાજ પાર્કમાં વરસાદ ભારે વરસાદ પડ્યો હતો જેના કરાણે ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે શહેરના મણિનગર જવાહરચોક પાણી ભરાયા હતા. વરસાદ બંધ થાય ને 1 કલાક થયો છતાં પાણી 2 થી3 ફૂટ જેટલુ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
છોટાઉદેપુર: કપડા સુકવવા જતા વીજ કરંટથી કિશોરીનું મોત, પરિવારમાં છવાયો માતમ
દક્ષિણ ગુજરાતમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી
છેલ્લા કેટલાય દિવસોથી સુરતીલાલાઓ આકરી ગરમીના કારણે ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. જો કે આજે મેઘરાજા દ્વારા ધમાકેદાર એન્ટ્રી કરતા સુરતીલાલાઓમા ખુશીનો માહોલ છલાય ગયો હતો. ભારે બફારા બાદ વાતાવરણમા ઠંડક જોવા મળી હતી. તો સાથોસાથ યુવાવર્ગ પણ પોતાના મોપેડ પર ડુમસના દરિયાકિનારે ભજીયાની લીજ્જત માણવા પહોંચ્યા હતા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેડુતોમા પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમા પાણીની અછતના કારણે ખેડુતોની હાલત કફોડી બની હતી. જો કે હવે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાવણી લાયક પાણી મળી રહેતા ખેડુતોની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અરવલ્લીના ધનસુરામાં શાળાએ જતા વિદ્યાર્થીઓની રીક્ષાની ઉપર ‘જોખમી સવારી’
[[{"fid":"220790","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"pani222.jpg","field_file_image_title_text[und][0][value]":"pani222.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"pani222.jpg","field_file_image_title_text[und][0][value]":"pani222.jpg"}},"link_text":false,"attributes":{"alt":"pani222.jpg","title":"pani222.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી
કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ હોવાથી આ વરસાદી માહોલ સર્જાયો હતો. સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, દિવ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ થવાની સંભાવના હાલ વર્તાઈ રહી છે.
બુધવારથી ઘટશે વરસાદની તીવ્રતા
જોકે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બુધવાર સુધીમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. એક તરફ છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા વરસાદ પાછળ વાયુ સાયક્લોન કારણ માનવામાં આવે છે અને આ વરસાદથી ખેડૂતોને ફાયદો થયો હોવાનું હવમાન વિભાગ કહી રહ્યું છે. પરંતુ હજુ ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠુ નથી તેવું હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું હતું.