ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતું અટકાવવા માટે ડીજીપીનો મહત્વનો નિર્ણય

જે તે વિસ્તારમાં જો બહારની એજન્સી દ્વારા રેડ પાડીને ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવશે તો તેની જવાબદારી સબંધિત વિસ્તારના પોલીસ અધિકારીની રહેશે.
 

ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતું અટકાવવા માટે ડીજીપીનો મહત્વનો નિર્ણય

હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દારૂની જેમ હવે નાર્કોટીક્સ બહારની એજન્સીઓ દ્વારા ગુજરાતના કોઇ પણ વિસ્તારમાંથી મોટી માત્રામાં પકડવામાં આવશે તો સ્થાનિક પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

નાર્કોટિક્સ સેલમાં સિન્થેટિક ડ્રગ્સ સૂંઘીને પકડી પાડવા માટે સ્નિફડ ડોગની પણ ભરતી કરવામાં આવશે. જે તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ડ્રગ્સને પકડવામાં સારી કામગીરી કરશે તો તેઓને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

પોલીસ ભવનમાં પોલીસ અધિકારીઓની મળેલી બેઠકમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં યુવાધનને ડ્રગ્સના રવાડેથી બચાવવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવાનો પણ ડીજીપી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

છોટાઉદેપુર: કપડા સુકવવા જતા વીજ કરંટથી કિશોરીનું મોત, પરિવારમાં છવાયો માતમ

માદક પદાર્થો પકડવામાં કોઇ એકમની નબળી કામગીરી જણાય આવશે તો તેવા એકમના સંબંધીત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. તેમ પણ રાજ્ય પોલીસ વડાએ આ બેઠકમાં જણાવ્યું હતું. જેવી રીતે બહારની એજન્સી દ્વારા કોઇ સ્થાનિક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોટે પાયે દારૂ પકડી પાડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી વિરુધ્ધ પગલાં લેવામાં આવે છે તેવી રીતે જો કોઇ વિસ્તારમાંથી કોઇ બહારની એજેન્સી દ્વારા વધુ માત્રામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવશે તો પણ સ્થાનિક પોલીસ અધિકારીઓ વિરુધ્ધ પગલા લેવામાં આવશે.

સુરત: સ્કૂલ ફીમાં 50 ટકાનો વધારો કરતા સંચાલકો સામે વાલીઓનો રોષ

રાજ્યના યુવાધનમાં દારૂ સહિત ડ્રગ્સ અને નશીલા પદાર્થો જેવા કે ગાંજો, ચરસ જેવી પ્રવુતિઓમાં વધારો થઇ રહ્યો હોવાથી રાજ્યના ડીજીપી દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ગુજરાતમાં બહારથી આવતા નશીલા પદાર્થોને રોકી શકાય અને પોલીસ દ્વારા આવી પ્રવૃતિને રોકી શકાય અને પોલીસ આ અંગે વધુ સજાગ બને તે હેતુથી ડીજીપી દ્વારા આ પ્રકારોન નિર્ણય કરવામાં આવ્યો છે. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news