બ્રિજેશ દોશી/અમદાવાદ :રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સર્વત્ર વરસાદી માહોલ વચ્ચે સાર્વત્રિક રીતે મેઘ મલ્હાર યથાવત રાખ્યું છે. જેમાં બોટાદના બરવાળા તાલુકામાં 380 મી.મી એટલે કે 15 ઇંચ, મહુધામાં ૩૪૦ મી.મી અને ધંધુકામાં ૩૨૨ મી.મી એટલેકે ૧૩ ઇંચ, કડીમાં 301 મી.મી અને ગઢડામાં 297 મી.મી એટલે કે 12 ઈંચ, રાણપુરમાં ૨૬૭ મી.મી અને ગલતેશ્વરમા 256મી.મીટર મળી કુલ બે તાલુકામાં 10 ઇંચ ઇંચ જેટલો, ચુડામાં 242 મી.મી અને કલોલમાં 228 મી.મી મળી કુલ 2 તાલુકાઓમાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાત વરસાદના બાનમાં, અમદાવાદ પણ પાણી પાણી, 26 ટ્રેન કેન્સલ કરાઈ


14 તાલુકાઓમાં 47 ઇંચ જેટલો વરસાદ વરસ્યો 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, આજે તારીખ 10 ઓગસ્ટ અને સવારે 6 કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ધાંગધ્રા તાલુકામાં 211મી.મી, જોટાણામાં 210 મી.મી, વલ્લભીપૂરમાં 205 મી.મી, નાંદોદમાં 201મી.મી અને છોટાઉદેપુરમાં ૨૦૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે કે, ડેડીયાપાડા 192મી.મી, રાપર 109મી.મી, થાનગઢમા 186 મી.મી, વઢવાણમાં 185 મી.મી, ગોધરામાં 184મી.મી, ગાધીધામમાં 180 મી.મી, સાણંદમાં 180 મી.મી, ઉમરાળામાં 180 મી.મી., કઠલાલમાં ૧૭૭ મી.મી, મહેસાણામાં 178 મી.મી, આણંદમાં 171 મી.મી, ભચાઉમાં 173 મી.મી, રાજકોટમાં 171મી.મી અને ડેસર ૧૭૧ મી.મી મળી કુલ ૧૪ તાલુકાઓમાં 47 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.


અમદાવાદ : બોપલમાં સુધા ફ્લેટની દિવાલ પડી, 4 લોકોના મોત


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


રાશિફળ 10 ઓગસ્ટ : એક ખાસ રાશિ માટે આજનો દિવસ ભાગ્યનો છે, જાણો કેવો રહેશે શનિવાર


24 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ
આ ઉપરાંત સાવલી, સિહોર, લાઠી, અમરેલી, વાડિયા, કપડવંજ, વડોદરા, પડધરી, વસો, ઘોઘંબા, ખેડા, માણસા, ડભોઇ, નેત્રંગ, જામનગર, પાટણ, આંકલાવ, પ્રાંતિજ ,જસદણ, સાગબારા, સોનગઢ, બોડેલી, ગરુડેશ્વર અને માળીયામીયાણા મળી કુલ ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 30 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ, અન્ય 51 તાલુકામાં 2 ઇંચથી વધુ અને અન્ય 46 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.


આ સાથે રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 77.80 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.31 ટકા, કચ્છમાં 61.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.45 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.72 ટકા અને સૌરાષ્ટ્રમાં 64.15 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો હોવાના અહેવાલો છે.