અમદાવાદ : બોપલમાં સુધા ફ્લેટની દિવાલ પડી, 4 લોકોના મોત

અમદાવાદમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલ વરસાદ અટકવાનુ નામ નથી લેતો. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થઈ છે. બોપલના સુધા ફ્લેટની દિવાલ પડતાં ચાર લોકોનાં મોત થયા છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Updated By: Aug 10, 2019, 09:11 AM IST
અમદાવાદ : બોપલમાં સુધા ફ્લેટની દિવાલ પડી, 4 લોકોના મોત

અમદાવાદ :અમદાવાદમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલ વરસાદ અટકવાનુ નામ નથી લેતો. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થઈ છે. બોપલના સુધા ફ્લેટની દિવાલ પડતાં ચાર લોકોનાં મોત થયા છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સમગ્ર ગુજરાત વરસાદના બાનમાં, અમદાવાદ પણ પાણી પાણી, 26 ટ્રેન કેન્સલ કરાઈ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે મેગા સિટીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અમદાવાદના અખબારનગર, પરિમલ ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રોડ-રસ્તા પર પાણી ફરી વળતા સવારે ઓફિસ જવા નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની સમસ્યા સર્જાઈ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :