દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા: ઉપલેટા તાલુકાના ખીરસરા અને ચિત્રાવડને જોડતો મોજ નદી પરનો કોઝ-વે પ્રથમ વરસાદે જ તૂટી જતા 20 જેટલા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામ પાસે આવેલો જામકંડોરણા તાલુકાના ચિત્રાવડને જોડતો 1970ની સાલમાં બનેલો કોઝ-વે ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે પ્રથમ વરસાદે જ તૂટી જતા ઉપલેટાના ખીરસરા તરફના 15 થી 20 જેટલા ગામો તેમજ જામજોધપુરના ચિત્રાવડ તરફના 15થી 20 જેટલા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલે તારીખો સાથે કહી દીધું, આ તારીખો લખી લેજો, જુલાઈમાં વરસાદનું જોર કેવું રહેશે


છેલ્લા ત્રણ વર્ષથી માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોજ નદી પરનો કોઝવે તૂટી જતા માટી વગેરેથી ભરીને રીપેર કરવામાં આવે છે જે દર વર્ષે મોજ નદીમાં આવતા પાણીના પુરના પ્રવાહને લઈને તૂટી જાય છે જે આ વર્ષે પણ પ્રથમ વરસાદે જ તૂટી ગયો અને સિમેન્ટના મોટા મોટા ભુંગળા (પાઈપ) દૂર દૂર સુધી મોજ નદીમાં પાણીના પ્રવાહમાં વહી ગયેલા જોવા મળ્યા. 


"ભાજપના MLAનો દીકરો છું, ભીખારી સમજે છે...", યુવકે કંડક્ટરનો કોલર પકડી દમ માર્યો


2021ની સાલમાં પ્રથમ વખત તૂટેલા કોઝવેને નવો તથા ઊંચો પુલ બનાવવા ગ્રામજનોએ અવારનવાર તંત્રને, ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ રજૂઆતો કરી હોવા છતાં કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં ન આવતા ફરી આ વર્ષે લોકો મુશ્કેલીનો ભોગ બન્યા છે અને ખીરસરા અને ચિત્રાવડ તરફના ગામો સંપર્ક વિહોણા થયા.


એ..એ..કોર્પોરેટરો ભાગ્યા! લોકોના રોષનો ભોગ બન્યા ભાજપ નેતાઓ, ફોટા પડાવવો ભારે પડ્યો!


માત્ર બે કિલોમીટર ચિત્રાવડ જવા માટે માર્ગ અને મકાન વ્યવહાર વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 10 થી 12 કિલોમીટર ખીરસરા થી વડાળી, સાજડીયાળી થઈને ફરી ફરીને ચિત્રાવડ જવું પડશે જેને લઈને બંને તરફના ગ્રામજનોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. 


સગીરાના મૃતદહે મામલે મોટો ખુલાસો; દુષ્કર્મ આચરી હત્યા કરી, આ રીતે મૃતદેહ ઠેકાણે પાડ્યો


વિરોધ રૂપે ગામ લોકોએ સુત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી હતી. ઉપલેટા માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારી એ. ડી. જોગરાણાના જણાવ્યા પ્રમાણે સરકારમાં આ અંગે દરખાસ્ત મુકવામાં આવેલી છે પરંતુ હજુ સુધી જવાબ મળેલ ન હોય તેમજ પાણીનો ભરાવો ઓછો થયા બાદ પુલ રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.