સગીરાના મૃતદહે મામલે મોટો ખુલાસો; દુષ્કર્મ આચરી હત્યા કરી અને આ રીતે મૃતદેહ ઠેકાણે પાડ્યો!
સુરત જિલ્લામાં છાશવારે હત્યા, લૂંટ, ચોરી, દુષ્કર્મ, મારમારી જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી જિલ્લા ના અંતરિયાળ એવા વિસ્તારમાં ઉમરપાડા ગુનાખોરી વધી હોય તેમ હત્યા, દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે.
Trending Photos
સંદીપ વસાવા/ઉમરપાડા: સુરત જિલ્લા પોલીસે દ્વારા વધુ એક ગંભીર ગુનો ઉકેલી નાખ્યો છે. ગાઢ જંગલમાંથી મળી આવેલ સગીરાના મૃતદહે મામલે મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સગીરા સાથે દુષ્કર્મ આચરી હત્યા બાદ મૃતદેહને ગાઢ જગલમાં ફેંકી દેવાયો હતો.
સુરત જિલ્લામાં છાશવારે હત્યા, લૂંટ, ચોરી, દુષ્કર્મ, મારમારી જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી જિલ્લા ના અંતરિયાળ એવા વિસ્તારમાં ઉમરપાડા ગુનાખોરી વધી હોય તેમ હત્યા, દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા ઉમરપાડા તાલુકાના એક ગામ માંથી 20 તારીખના રોજ ઢોર ચરાવવા ગયેલ 12 વર્ષીય સગીરા ગુમ થઈ હતી. પરિવાર અને ગ્રામજનોની લાંબી શોધખોળ બાદ પણ ભાળ ન મળી હતી. જોકે ઘટના ત્રણ દિવસ માં બાદ અત્યંત ગાઢ જ્યાં સામાન્ય માણસ ન જઈ શકે એવા જંગલમાંથી સગીરાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ડિકમ્પોઝ હાલતમાં મૃતદહે હોવાના સ્થળ પર પેનલ પી.એમ કરવાની ફરજ પડી હતી.
મહત્વનું છે કે સગીરા રોજિંદા નિત્યક્રમનુસર જંગલમાં ધોરો ચરાવવા જતી હતી. પરંતુ ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલ મૃતદેહ પરથી ઘણી શંકાઓ ઉપજી રહી હતી. ઘટના સ્થળ ઉપર ગાઢ જંગલ હોવાને કારણે પોલીસ સામે ફક્ત હ્યુમન ઇન્ટેલિજન્સ સિસોર્ષ સિવાય તપાસ માટે અન્ય કોઈ વિકલ્પ ન હતો. જેથી પોલીસ દ્વારા ગુનો ખુબજ ચેલેજિંગ હતો. પી.એમ રિપોર્ટ સગીરા દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતુ. પી.એમ રિપોર્ટની સાથે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તાપસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.
દુષ્કર્મના આરોપીને ઝડપી પાડવા પોલીસ પરિવાર તેમજ સગા સંબંધીઓના તપાસ અને નિવેદનો લઈ રહ્યા હતાં. તે દરમ્યાન ગામની એક દુકાન પર એક વ્યક્તિ આવ્યો હતો અને પોલીસને આ વ્યક્તિ શંકાસ્પદ લાગી રહ્યો હતો. પ્રથમ પૂછપરછના વ્યક્તિ મૂળ સાગબારા તાલુકાના ગોદડા ગામનો વતની ફતેસિંહ રમેશ વસાવા પોતે સગીરાના ગામમાં રહી ચાકર તરીકે કામ કરી રહ્યો હોવાની ઓળખ આપી હતી. જોકે પોલીસે વધુ તપાસ માટે યુવકનો શર્ટ ઉતારાવ્યો હતો અને પીઠ પાછળથી ઇજાના નિશાનો મળી આવ્યા હતા. અને પોલીસ દ્વારા કડકાયથી પૂછપરછ કરતા અંતે ઇસમે ગુનાની કબૂલાત કરી હતી.
પોલીસ પૂછપરછમાં તે સગીરા પર એક સપ્તાહથી નજર રાખી રહ્યો હતો. તેણે મોકો મળતાની સાથે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને બાદ સગીરાની રૂમાલ અને ઝાડની પટલી છાલ વડે ગળું દબાવી હત્યા કરી હતી. પ્રથમ તો તેણે સગીરાનો મૃતદેહ જગલમાંથી પસાર થતી નદીમાં ફેંક્યો હતો. પરંતુ નદીમાં પાણી ઓછું હોવાને કારણે તેણે મૃતદહેને ઘટના સ્થળ ફેંકી દીધો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે ગામમાં પોતાનું કામકાજ કરી રહ્યો હતો. પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ગમે એટલો સાતીર ન હોય પણ અંતે તો પોલીસ પકડમાં આવી જાય છે.
સુરત જિલ્લા એલ.સી.બી પોલીસ દ્વારા સમગ્ર મામલે આરોપી સામે હત્યા, પોકસો સહિત ની કલમો ઉમેરી સગીરા તેમજ પરિવાર ને ન્યાય મળે આરોપીને સખત સજા થાય એ માટે કાયદેસર કાર્યવાહી હાથધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે