રજની કોટેચા/ઉના :મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત સાવ કોરા છે, ત્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન થયો છે. સૌરાષ્ટ્રના અનેક પંથકમાં બે દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે ગીર-સોમનાથના ઉના પાસે એક ગામમાં વીજળી પડી હતી. વીજળી પડવાની ઘટનામાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. 


ઠુમકા લગાવીને મહિલા પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં કર્યો ડાન્સ, tiktok વીડિયો થયો વાઈરલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાના ચીખલી ગામે પશુ ચરાવતા બે યુવાનો પર વીજળી પડી હતી. જેને પગલે લોકોમાં ડર ફેલાઈ ગયો હતો. બંને યુવાનોમાંથી એકની હાલત ગંભીર છે, જ્યારે કે બીજાને સામાન્ય ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.


Photos : ડરને હંફાવી સુરતની ઋષિતાએ બાઈક રેસિંગમાં કાઠું કાઢ્યું


આજે બપોર બાદ બોટાદના રાણપુર પથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો છે. રાણપુર શહેર તેમજ તાલુકાના નાગનેસ, કુંડલી સાળંગપુર સહિત અન્ય ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. જેને પગલે રાણપુર શહેરની મેઈન બજારોમાં પાણી ભરાયા હતા. વરસાદ પડતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયેલો જોવા મળ્યો.


હવામાન વિભાગની આગાહી, આ દિવસોમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ  


બપોર બાદ વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વલસાડ જિલ્લામાં સવારથી વરસાદી વાતાવરણ છે. જેને પગલે જિલ્લામાં અંધારપટ છવાઈ ગયો છે. વલસાડ જિલ્લાના કપરાડા, વાપી, ઉમરગામ, પારડી, ધરમપુર, વલસાડ જેવા તાલુકામાં વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :