ઝી મીડિયા/રાજકોટ :રાજકોટ જિલ્લામાં આજે સવારથી મેઘાની ધીમીધારે અવિરત બેટિંગ ચાલુ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અટકવાનું નામ જ નથી લેતો. સૌરાષ્ટ્ર ભરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક પંથકમાં હાલ વરસાદ છે. જેમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જસદણ, આટકોટ, ભાવનગર, જામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગોંડલ પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારથી તાલુકામાં સતત વરસાદ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નદી, નાળા તથા નાના ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે. 


ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, ઘરથી નીકળતા અપડેટ જાણવા જેવા છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટનો ન્યારી ડેમ ઓવરફ્લો
ભારે વરસાદથી રાજકોટવાસીઓ માટે સારા સમાચાર એ આવ્યા છે કે, પશ્ચિમ રાજકોટને પાણી પૂરું પાડતો ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. ચાલુ વર્ષે પડેલ સારા વરસાદ અને ઉપરવાસમાં સતત બે દિવસથી થતા થતા વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે. ન્યારી 1 ડેમના 3 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા વાજળી, વડવાજળી, વીરડા વાજળી, હરિપરપાળ સહિત 12 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. 


ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ ઉભી થઈ 
તો જેતપુર વાળા ડુંગરા પાસેનો છાપરવાડી ડેમ ભારે વરસાદથી ઓવરફ્લો થયો છે. જેને પગલે ડેમના 3 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. 800 ક્યુસેક પાણીની આવક સામે 800 ક્યુસેક જાવક નોંધાઈ છે. ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ઉપલેટાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ-2 ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સતત આખી રાત પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં પુષ્કળ પાણીની આવક થતાં ડેમના પાટીયા ખોલવામાં આવ્યા છે. વેણુ-2 ડેમમાં પાણીની આવક વધતા 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 16074 ક્યુસેક પાણીની આવક સામે જાવક થઈ છે. વેણુ-2 ડેમના પાટિયા ખોલવાના કારણે વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ કારણે વેણુ નદી કાંઠા વિસ્તારના નાગવદર, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. તેમજ લોકોને સતર્ક રહેવા માટે જણાવાયું છે. 


કૃષ્ણ જન્મોત્સવ બાદ આજે ભક્તો હિંચકો ઝૂલાવીને લાલાને લાડ લડાવશે 


ડોક્ટર ભાદર નદીમાં ફસાયા 
ગઈકાલે રાજકોટના ધોરાજી શહેર પાસે કાર ભાદર નદીમાં ખાબકી હતી. પોરબંદરથી ધોરાજી તરફ આવી રહેલી ડોક્ટરની મોટર કાર કોઈ આકસ્મિક કારણોસર ભૂખી ચોકડી પાસે નીચે ઉતરી જતા કારનો ભૂક્કો બોલી ગયો હતો. જોકે, ભાદર નદી કાંઠે આવેલ બાવળની ઝાડીઓમાં કાર અટવાઈ જતા જાનહાનિ ટળી ગઈ હતી. કારમાં કાર ચાલક એક જ વ્યક્તિ સવાર હતો. કારનું બોનેટ સાઈડમાં અથડાતા કાર ચાલક ડોક્ટર નીચે પટકાતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. ઇજાગ્રસ્ત ડોક્ટરને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે માનવ સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા ખસેડવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર