રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વડોદરા જિલ્લાના 128 ગામ અને શહેરના 27 વિસ્તારોને વરસાદના પગલે સાવધ કરાયા છે. કલેક્ટરે ચેતવણી આપી છે કે નદી કાંઠે જવું નહીં. ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી, નર્મદા, ઓરસંગ અને ઢાઢર નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લા તાલુકા અને ગામ સ્તરના અધિકારીઓને તેમજ સ્ટાફને હેડ ક્વાર્ટર ન છોડવા જણાવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા કરો ક્લિક- વડોદરા: અણખોલમાં 50 મકાન પાણીમાં ગરકાવ, 250 જેટલા રહીશો ભારે મુસીબતમાં


આ બાજુ વડોદરામાં ભારે વરસાદના પગલે અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. વડોદરાના બીલ ગામ પાસે એક કાર પાણીમા ગરકાવ થઈ ગઈ હતી. કાર અચાનક રસ્તાના છેવાડેથી સરકી ગઈ. સ્થાનિકોએ માંડ માંડ કારને રેસ્ક્યુ કરીને કાઢી તથા કારમાં રહેલા તમામ લોકોનો બચાવ કરાયો. 


બીજી બાજુ નેશનલ હાઉવે પર આવેલા અણખોલ ગામ પંચાયતના પ્રિયંકા નગરના 50 જેટલા મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ જવાથી 250 જેટલા રહીશો મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. આ રહીશોએ હાઈવે પર સૂઈને રાત પસાર કરી હતી. છેલ્લે મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા મોડે સુધી કોઈ મદદ કરાઈ નહતી.