Gujarat Monsoon 2024: વડોદરા શહેર-જિલ્લામાં ચોમાસાની ઋતુનો પહેલો વરસાદ વરસ્યો છે. ત્યારે અસહ્ય ગરમી અને બફારાથી કંટાળેલા શહેરીજનોને રાહત મળી છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમીનો પારો ઉચકાંતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અસહ્ય ગરમી અને બફારાથી રાહત મેળવવા લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે લોકોની આ આતુરતાનો અંત આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. પ્રથમ વરસાદ વરસતા લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી


વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શનિવારે મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું. રાત્રી દરમિયાન ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અસહ્ય ગરમી અને બફારાની લોકોને રાહત મળી છે. 


ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ખેતીમા કાઠું કાઢ્યું! આ રીતે વાર્ષિક 12 લાખની કરે છે કમાણી


એક તરફ વરસાદની શરૂઆત થતા લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સામાન્ય વરસાદમાં જ લોકોની સમસ્યાઓની શરૂઆત થઈ ચૂકી છે. કોયલી વિસ્તારની સોસાયટીઓના લોકો માટે પહેલો વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે. સામાન્ય વરસાદને પગલે કોયલી વિસ્તારની અનેક સોસાયટીના ગેટ પર વરસાદી પાણી ભરાયા છે. જેને પગલે લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે. 


દમણના દરિયા કિનારે જાહેરમાં સેક્સ કરતો કપલના VIDEO વાયરલ! ચારેય તરફ થઈ રહી છે ચર્ચા


તંત્રના પ્રીમોન્સુન કામગીરીના દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેને કારણે લોકોને સોસાયટીથી બહાર નીકળવામાં મુશ્કેલી વેઠવી પડે છે. લોકોને આ વરસાદી પાણીમાંથી પસાર થવુ પડે છે. ત્યારે કોયલીની મિત અને શિવમ રેસીડેન્સીના રહિશો દ્વારા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. 


શાંત-સલામત ગુજરાતમાં હવે આ શું થઈ રહ્યું છે? કચરો ફેંકવા જેવી બાબતમાં લોહિયાળ જંગ