સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: રાજ્યમાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ, 4 દિવસ ભારે વરસાદની આગાહી; જાણો ક્યાં કેટલો વરસાદ
સૌરાષ્ટ્રમાં (Saurashtra) પડેલા ભારે વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે રેસ્ક્યુ ટીમ (Rescue Team) દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ (Rescue) કરવામાં આવી રહ્યું છે અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે
હિતલ પારેખ/ ગાંધીનગર: સૌરાષ્ટ્રમાં (Saurashtra) પડેલા ભારે વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે રેસ્ક્યુ ટીમ (Rescue Team) દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ (Rescue) કરવામાં આવી રહ્યું છે અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વરસાદના (Rain) આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ (Heavy Rain) રાજકોટના લોધિકામાં 20.05 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 98 તાલુકામાં સૌથી ઓછો 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
રાજકોટ (Rajkot) સહીત સૌરાષ્ટ્રભરમાં ચોમાસું (Monsoon) ભરપુર જામ્યુ હોય એમ ભારે વરસાદના પડી રહ્યો છે. આ વરસાદના (Rain) કારણે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ (Heavy Rain) નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 20.05 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જૂનાગઢના (Junagadh) વિસાવદરમાં 18.05 ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરના (Jamnagar) કાલાવડમાં 16 ઈંચ વરસાદ ખાબકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો:- Jamnagar માં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત, પૂરમાં અનેક લોકો ફસાયા; એરફોર્સનું દિલધડક રેસક્યૂ ઓપરેશન
રાજકોટના (Rajkot) રાજકોટ તાલુકામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના 5 તાલુકામાં 10 ઇંચ વરસાદ (Rain) નોંધાયો છે. તો બીજી તરફ 36 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ (Heavy Rain) પડ્યો છે. રાજ્યના 47 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 59 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 98 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો:- વૃદ્ધાએ કહ્યું પહેલા મારા પતિને બચાવો એમને કેન્સર છે, સાંભળીને ભાવુક થઈ રેસ્ક્યૂ ટીમ; જુઓ Video
ઉલ્લેખનીય છે કે, જામનગર (Jamnagar) સહિત વિવિધ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં (Flood) ફસાયા છે. જેમાં કુલ 24 જેટલા લોકોને એરલિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેમજ ભારે વરસાદના (Heavy Rain) કારણે જિલ્લાના કુલ ત્રણ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- Ambaji માં મેળાની અસમંજસતા વચ્ચે પદયાત્રીઓનો ધસારો, 'જય અંબે'ના નાદથી ગૂંજ્યું યાત્રાધામ
એરફોર્સ દ્વારા જામનગર જિલ્લામાં 6 હેલિકોપ્ટરની મદદથી બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બે V5 અને 4 ચેતક હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 24 જેટલા નાગરિકોને પૂરમાંથી બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી નાગરિકોના બચાવની કામગીરી સેનાના જવાનો દ્વારા આગામી સમયમાં પણ શરૂ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube