Heavy Rain In Navsari: નવસારી જિલ્લાને 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે નવસારી જિલ્લામાં આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદ રહેતા જિલ્લાની ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી છે. નદી-નાળામાં પાણીની આવક વધતા જિલ્લા પંચાયત હસ્તકના 78 માર્ગો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સાથે 3 સિસ્ટમ સક્રિય, 65 કિ.મી.એ ફૂંકાશે પવન, વૈજ્ઞાનિકની હચમચાવી દે તેવી આગાહી


નવસારીમાં 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે ગતરોજ મોડી રાતથી નવસારીમાં જાણે મેઘ તાંડવ હોય એવી સ્થિતિ થઈ છે. નવસારી સહિત ઉપરવાસના ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓ કાવેરી અંબિકા અને પૂર્ણમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્રણેય નદીઓ ભઈ જનક જળ સપાટીની નજીક પહોંચી છે. નદીઓમાં પાણીની આવક વધતા જિલ્લાની ખાડીઓ અને નાળાઓમાં પણ પાણી વધ્યા છે જેના કારણે નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 78 રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહારને અસર થઈ છે. 


બજેટ 2024: રાજનાથ બાદ શિવરાજને મળ્યા સૌથી વધારે રૂપિયા, જાણો કોના ભાગે શું આવ્યું?


બીજી તરફ ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટર દ્વારા નવસારી જિલ્લાની આંગણવાડીઓ શાળાઓ કોલેજો અને આઇટીઆઇ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી જિલ્લાની શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. સવારથી પડતા વરસાદને કારણે નોકરિયાત વર્ગ પણ પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે. 


બજેટ બાદ કયા શેરોમાં કરવું રોકાણ? માર્કેટગુરુની આ ટિપ્સ અપનાવી કરો તગડી કમાણી!


જ્યારે નદીઓમાં પૂર્ણ સ્થિતિ સર્જાતા કિનારાના ગામડાઓ અને શહેરના નિશાળ વાળા વિસ્તારોને aloid કરી દેવામાં આવ્યા છે. સાથે જ તંત્ર દ્વારા પણ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખી વરસાદ તેમજ નદીઓની જળ સપાટી ઉપર નજર રાખીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જતા કેળવી છે.


ગુજરાતના આ જિલ્લામાં આભ ફાટ્યું! હજારો ઘરો ખાડીના પાણીમાં ગરકાવ, જુઓ ભયાનક તસવીરો


ક્યા પાણી ભરાયા, કયા રોડ બંધ
નવસારી - કાલિયાવાડી - દશેરા ટેકરી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ થતાં સ્થાનિકોને હાલાકી પડી છે. નવસારીના વેડછા ડામર અડધા રોડ,જલાલપુર તાલુકામાં તવડીનો એપ્રોચ રોડ,ચીખલી તાલુકામાં બામણવેલ-દોણજા-હરણગામ રોડ, ચીખલીના પીપલગાભણ-આમધરા-મોગરાવાડી રુમલા રોડ બંધ કરવામાં આવ્યો છે. આમ નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 78 રોડ બંધ કરવામાં આવ્યા છે.