Budget 2024: રાજનાથ બાદ શિવરાજને મળ્યા સૌથી વધારે રૂપિયા, જાણો અમિત શાહ, એસ જયશંકર અને નડ્ડાના ભાગે શું આવ્યું

આ બજેટમાં દરેક મંત્રાલય માટે અલગ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને 2 લાખ 65 હજાર 808 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શિવરાજ સિંહ ચૌહાણ હાલમાં દેશના ગ્રામીણ વિકાસ મંત્રી છે.

Budget 2024: રાજનાથ બાદ શિવરાજને મળ્યા સૌથી વધારે રૂપિયા, જાણો અમિત શાહ, એસ જયશંકર અને નડ્ડાના ભાગે શું આવ્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2024 રજૂ કર્યું છે. આ બજેટ 48 લાખ 20 હજાર કરોડનું છે. આ બજેટમાં દરેક મંત્રાલય માટે અલગ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રએ રાજનાથ સિંહના સંરક્ષણ મંત્રાલયને 4 લાખ 54 હજાર 773 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને 2 લાખ 65 હજાર 808 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શિવરાજ સિંહ ચૌહાણ હાલમાં દેશના ગ્રામીણ વિકાસ મંત્રી છે. જો કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો 1 લાખ 51 હજાર 151 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ મંત્રાલયની જવાબદારી પણ શિવરાજ સિંહ ચૌહાણના હાથમાં છે. તમને જણાવી દઈએ કે આ વખતે ભારતનું કુલ બજેટ 48 લાખ 20 હજાર 512 કરોડ રૂપિયા છે. પીએમ મોદીએ કહ્યું છે કે આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપશે. આ એક એવું બજેટ છે જે દેશના ગામડાઓ, ગરીબો અને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે.

કયા મંત્રાલયને બજેટમાં કેટલી ફાળવણી ?

 કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સંભાળે છે એ કૃષિ મંત્રાલય માટે બજેટમાં 1,51,851 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
જેપી નડ્ડાના સ્વાસ્થ્ય મંત્રાલય માટે 89,287 કરોડ રૂપિયાની જોગવાઈ થઇ છે. 

ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રાલય માટે 125638 કરોડ રૂપિયાની જોગવાઈ થઇ છે. 
એસ. જયશંકરના વિદેશ મંત્રાલય માટે 22155 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે
શહેરી વિકાસ માટે બજેટમાં 82577 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
ઉર્જા મંત્રાલય માટે 68769 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
આઈટી અને ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય માટે 116342 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે.
ગ્રામીણ વિકાસ માટે 265808 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ બજેટનું મોટું ફોકસ દેશના ખેડૂતો છે. અનાજ સંગ્રહ માટે વિશ્વની સૌથી મોટી યોજના બાદ હવે અમે શાકભાજી ઉત્પાદન ક્લસ્ટર બનાવવા જઈ રહ્યા છીએ. જેનાથી નાના ખેડૂતોને શાકભાજી, ફળો અને અન્ય પેદાશો માટે નવા બજારો મળશે અને સારા ભાવ મળશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાંથી ગરીબી ખતમ કરવાની અને ગરીબોને સશક્તિકરણ કરવાની દિશામાં આજના બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગરીબો માટે 3 કરોડ નવા મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PM એ કહ્યું કે આ બજેટ આદિવાસી ઉન્નત ગામ અભિયાન અને સંતૃપ્તિ અભિગમ દ્વારા 5 કરોડ આદિવાસી પરિવારોને મૂળભૂત સુવિધાઓ સાથે જોડશે. આ ઉપરાંત ગ્રામ સડક યોજના હેઠળ 25 હજાર નવા ગ્રામીણ વિસ્તારોને રસ્તાઓથી જોડવામાં આવશે.

આજે જે બજેટ ફાળવાયું છે જેમાં રોડ અને ટ્રાન્સપોર્ટ બાદ બીજા સ્થાને આવે છે રક્ષા મંત્રાલય. આ મંત્રાલય રાજનાથ સિંહ સંભાળે છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે 4.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અમિત શાહના ગૃહ મંત્રાલય માટે 1,50,983 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news