અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં બ્રેક બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ આવી શકે છે. જેમાં પવનની ગતિ 40 km પ્રતિ કલાકની રહી શકે છે. અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અને દેવભૂમિ દ્વારકામાં આગામી 3 કલાકમાં અસર થઈ શકે છે.


ગુજરાતમા અનલોક-2ની જાહેરાત, દુકાનો 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, 10થી 5 કરફ્યૂ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાની ચેતવણી મુજબ, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવનની સાથે મધ્યમ વરસાદ આવી શકે છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં અલગ અલગ સ્થાનો પર વરસાદ આવવાની શક્યતા છે.  હવામાન વિભાગની માહિતી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ અને દાહોદ માં આગામી 3 કલાકમાં અસર થઈ શકે છે. 


ગુજરાતમાં સવારે 6 થી 12 મા રાજ્યના 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળ, અરવલ્લીના મોડાસામા 2 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદર અને ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાના બેચરાજીમા પણ 1.5 ઇંચ વધુ વરસાદ પડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર