સુરત: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. છેલ્લા 24 કલાકમાં વઘઈમાં 12 ઈંચ વરસાદ, સુબિરમાં 7 ઈંચ અને આહવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ ધરમપુર, કપરાડા, વલસાડ પણ જળબંબાકાર થઈ ગયા છે. તાપી અને સુરત જિલ્લાના ઉચ્છલ, નિઝર તથા નવસારીના ખેરગામ, ચીખલી, ગણદેવીમાં 5 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ગુજરાતના IAS ગૌરવે ખોટુ કર્યાનું સ્વીકાર્યુ, કહ્યું- પરિસ્થિતિથી લાચાર છું


સુરતમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થઇ ગયું હતું. ત્યારે સુરતના વેડરોડ, કતારગામ, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 60 મિમી, ચોર્યાસીમાં 29 મિમી, કામરેજમાં 24 મિમી, મહુવામાં 37 મિમી, માંડવીમાં 15 મિમી, માંગરોળમાં 16 મિમી, પલસાણામાં 61 મિમી, ઓલપાડમાં 32 મિમી, ઉમરપાડામાં 52 મિમી અને સુરત સીટીમાં 40 મિમી વરસાદ નોંધાયો છે.


વધુમાં વાંચો:- ગુજરાત યુનિવર્સિટી આવી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની વ્હારે, વસાવ્યું અનોખું સોફ્ટવેર


જ્યારે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં આહવામાં 6 ઇંચ, વઘઇમાં 11.76 ઇંચ, સુબિરમાં 7 ઇંચ અને સાપુતારામાં 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ભારે વરસાદને કારણે કુમાર બંધ કોઝવે ઉપર પાણી ફરિવળતા 6 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં ધોડવહળ, સુપદહાડ, કુમારબંધ, બોરદહાડ, ચીખલદા અને સુસરદા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ડાંગ જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે.


વધુમાં વાંચો:- પ્રાથમિક શાળાઓને ઉચ્ચતર માધ્યમિકમાં મર્જ કરવાની તજવીજ પડતા પર પાટું મારશે..!


તો બીજી તરફ પાટણ જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારાથી રાહત અનુભવી હતી. જ્યારે મોરબી જીલ્લામાં વહેલી સવારથી ધીમીધીરે વરસાદ શરૂ થઇ ગયો છે. ટંકાર, મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના તાલુકામાં ધીમો વરસાદ વરસી રહ્યો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં સાર વરસાદની આશા જોવા મળી રહી છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે હીં ક્લિક કરો...