ગાંધીનગર: વહેલી સવારથી ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા હતા અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો શહેરી વિસ્તારમાં વરસાદથી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વહેલી સવારથી 30 જીલ્લાના 209 તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં 4 ઈંચથી વધુ વરસાદ 6 તાલુકામાં પડ્યો હતો. 36 તાલુકામાં 2થી 4 ઈંચ અને 64 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યભરમાં મેઘરાજા રિટર્ન્સ, 141 તાલુકામાં હળવાથી ભારે વરસાદ


ભારે વરસાદને લઇ એનડિઆરએફની 5 ટીમોને એલર્ટ કરી
રાજ્યમાં આવનાર દિવસોમાં ભારે વરસાદની પરિસ્થિતિને જોતા એનડિઆરએફની 5 ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. હાલ રાજ્યમાં વલસાડ, નવસારી, રાજકોટ, ગોધરા તથા ગાંધીનગરમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં વધુ 2 ટીમોનો ઉમેરો થશે, જેને પાલનપુર અને ગાંધીનગરમાં તૈનાત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાથે 2 વ્યક્તિઓના ગીરા ધોધમાં તણાયા હોવાના સમાચાર મળ્યા હતા. જેને પગલે બન્ને શખ્સોની શોધખોળ હાથધરવામાં આવી છે.


લાબી વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી


સરદાર સરોવર નર્મદા ડેમમાં 39 ટકા પાણીનો જથ્થો
છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદના કારણે પંચાયત વિભાગના 34 રસ્તાઓ બંધ થઇ ગયા છે. જ્યારે 81 ગામોમાં વિજળી ગુલ થઈ હતી. જેમાંથી 18 ગામોમાં વિજળીનો પુરવઠો પૂર્વવત કરવામા આવ્યો છે. જ્યારે 63 ગામોમાં વિજળી પૂર્વવત કરવા કામગીરી હાથધરાઈ છે. રાજ્યના જળાશયોની વાત કરવામાં આવે તો 203 જળાશયોમાંથી 100 ટકા ભરાયેલા જળાશયોનો આંકડો 12 છે. જ્યારે 70 ટકાથી 100 ટકા 29 જળાશયો, 50થી 70 ટકા 25 જળાશયો, 25થી 50 ટકા 50 જળાશયો જ્યારે 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો હોય તેવા 87 જળાશયો છે. જેમાં 36.45 ટકા કૂલ પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાં 39 ટકા પાણી એટલે 3,771 એમસીએમ (મિલિયન ક્યુબીક મીટર) પાણીનો જથ્થો છે.


ગુજરાતના વધુ સમાચાર જોવા અહીં ક્લિક કરો....