Gujarat Rain Alert : આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.... અરવલ્લી, ભાવનગર, વલસાડ, દમણમાં આજે રેડ એલર્ટ..... નવસારી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ઓરેન્જ અલર્ટ....પોરબંદર, રાજકોટ અને બોટાદમાં આજે યેલો અલર્ટ આપ્યું.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Weather Forecast : રાજ્યમાં આજે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળ્યું. સવારના બે કલાક દરમિયાન જ રાજ્યના 32 તાલુકામાં વરસાદ નોંધાયો. તો સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોલમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જૂનાગઢના માળિયા હતીનામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના વેરાવળ અને વલસાડના વાપીમાં 3.5 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ત્રણ તાલુકામાં સ્થળાંતરની ફરજ પડી છે. ગાંધીનગર કન્ટ્રોલ રૂમથી મળતા અપડેટ અનુસાર, રાજકોટમાં 55, ગીર સોમનાથના તાલાલા શહેરમાં 160 અને ગીર સોમનાથના જ વેરાવળમાં 90 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાંથી જાલમાલને નુકસાન ન થાય એટલા માટે આ સ્થળાંતર કરાયું છે. કુલ 305 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 


અમદાવાદની 2000 થી વધુ હોસ્પિટલો માટે રાહતના સમાચાર : માથાનો દુખાવો બનેલ સી ફોર્મ રદ


બાપ રે!! 22 ઈંચ વરસાદથી આખું સૂત્રાપાડા પાણીમાં ડૂબ્યું, ચારેતરફ તબાહી જ તબાહી


ગીર-સોમનાથમાં આભ ફાટ્યું : સૂત્રાપાડા-વેરાવળમા ભારે વરસાદથી તબાહી મચી, નદીઓમાં પૂર


રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ 65 રસ્તાઓ બંધ હાલતમાં છે. તો પંચાયત હસ્તકના 52 રસ્તાઓ બંધ છે. ચાર સ્ટેટ હાઇવે પણ બંધ છે. રાજ્યના ચાર સ્ટેટ હાઇવેમાં રાજકોટ, બે ગીર સોમનાથ અને એક પોરબંદરનો સ્ટેટ હાઇવે બંધ છે. રાજ્યના અન્ય નવ માર્ગો પણ બંધ છે. તેથી ચોમાસામાં બહાર નીકળતા પહેલા સાવધાન. 


ગુજરાતમાં તબાહીની આગાહી : આજે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વરસાદ રૌદ્ર રૂપ બતાવશે