Gujarat Monsoon 2023: 'વરસે તો વાગડ ભલો એ કહેવત સાર્થક કરવા માટે મેઘરાજા એ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાથી વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પડાવ નાખ્યો છે અને જાણે હેત વરસાવી રહ્યા છે. તાલુકામા પંદર કલાકમાં આઠથી દસ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેમાં રાપર શહેરમાં સાડા આઠ ઈંચ તો શિરાંનીવાંઢ, લોદ્વાણી, બાલાસર, આણંદપર, રામવાવ, રવ, દેશલપર, ગેડીમાં જુવાસ, ફતેહગઢ, સણવા, આડેસર, ભીમાસર, કાનમેર, કિડીયાનગર, રામવાવ, ગાગોદર, ત્રંબૌ, કુડા, પલાંસવા, કાનમેર, ચિત્રોડ, ખીરઈ, નિલપર, બાદરગઢ, સઈ, સલારી, બેલા, મૌઆણા, વૃજવાણી તથા ખડીરના લગભગ ગામોમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી મેઘરાજાએ દે ધનાધન કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વગર વરસાદે અમદાવાદમાં પાણી ઘૂસે તે પહેલા તંત્ર જાગ્યું, નહિ તો ભરૂચવાળી થાત


તાલુકા મથકે રાપરમાં સાડા આઠ ઈંચ કુલ વરસાદ થયો હતો. આજે સાડા પાંચ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો ગઈકાલે ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલુકામાં પણ આઠથી દસ ઈંચ વરસાદ વરસાદ વરસ્યો હતો. રણકાંઠાના ગામોમાં દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં આજે 6થી 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો ગઈકાલે બેથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જે સુકાઈ રહેલા ચોમાસુ પાક માટે ખુબ ફાયદાકારક છે, ત્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. જેના લીધે શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું. 


હે રામ! 43 વર્ષીય કાપડ મિલના સુપરવાઇઝરનું હાર્ટ એટેકથી મોત, ત્રણ સંતાનોએ ગુમાવી છત્ર


વરસાદના લીધે શહેરની મુખ્ય બજારો તથા શેરીઓમાં જોસભેર પાણી વહી નિકળ્યા હતા. વરસાદના લીધે લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આજે હવામાન વિભાગના રેડ એલર્ટના લીધે વાગડ વિસ્તારના રાપર તાલુકાના લગભગ ગામોમાં વહેલી સવારના છથી બાર વાગ્યા સુધી સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. જેટલો વરસાદ વરસી ગયો છે. જેને રાપર મામલતદાર કે.આર.ચૌધરી એ વધાવ્યું હતું. 


ગુજરાતમાં ભયાનક એલર્ટ; ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાઈ છે ચેતવણી


રાપર પર મેધરાજા મહેરબાન થયા હોય એમ ગઈ કાલે સાંજે ચાર વાગ્યાથી આજે બપોરે બાર વાગ્યા સુધીમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી ખેતીના પાકને ખૂબ ફાયદો થશે. વન વગડામાં નદી નાળા છલકાઈ ગયા છે, તો અનેક ગામોના પાદરમાંથી પસાર થતી નદી વોકળા અને ઓગનના લીધે બે ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો. 


Ganesh Modak Competition: જામનગરમાં અનોખી મોદક સ્પર્ધા, જાણો કોણે કેટલા લાડવા ખાધા?


રાપર તાલુકા મામલતદાર કે .આર.ચૌધરી, ચીફ ઓફિસર નવઘણભાઈ કડ, પીઆઈ વી.કે ગઢવી સહિત વહીવટી તંત્ર દ્વારા શહેરમાં પાણી ભરાયા અંગે જાતે તપાસ કરી હતી. પરંતુ એક પણ સ્થળ પર પાણી ભરાયાનું જાણવા ન મળતા તંત્ર દ્વારા હાશકારો અનુભવ્યો હતો. જિલ્લા કલેકટર અમિત અરોરા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમર, ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશીએ સતત રાપર તાલુકાના વહીવટી તંત્ર સાથે સંકલન સાંધી રાપર તાલુકામાં વરસાદથી નુકસાન ન થાય તે માટે અને અતિ ભારે વરસાદ પડે તો વહિવટી તંત્ર પહોંચવા માટે તૈયારી કરી લીધી છે. આમ આજે રેડ એલર્ટના લીધે રાપર તાલુકામાં મેઘરાજા મન મળીને વરસી રહ્યા છે.


વિઘ્નહર્તાના પર્વમાં આ વિસ્તારમાં વિઘ્ન બન્યો વરસાદ! એક કલાકમાં રોડ રસ્તાઓ બન્યા નદી


બેલા, જાટાવાડા, ખડીર, ગઢડા, હમીરપર, ફતેહગઢના માર્ગો જળ બંબાકાર
રાપર તાલુકામા મેઘરાજાની મહેરના લીધે નદી-નાળાં, તળાવ, ચેક ડેમ ઓગની ગયા તો ડેમોમાં નવા નીર આવ્યા છે. રાપર તાલુકાના તળાવ અને ડેમો ઓગની ગયા હોવાથી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, તો અનેક જગ્યાએ રોડ ધોવાઈ ગયા છે. તેમજ ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે, એટલે ચોમાસુ પાક નિષ્ફળ જવાની શક્યતા છે. હજુ પણ વરસાદી માહોલ સર્જાયો છે.