બ્રિજેશ દોશી, અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 23.50 ઈંચ વદસાદ નોંધાયો છે. જ્યારે સુરતના માંગરોળમાં 18 ઈંચ, કપરાડા, હાંસોટમાં 14.5 ઈંચ, ડેડીયાપાડામાં 13 ઈંચ, અને વાલિયા, માંડવી, ક્વાંટમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાંથી પસાર થતી મિબધોળા નદી ગાંડી તુર બની છે. બારડોલી મીંઢોળા નદીના કાંઠા વિસ્તારમાં અનેક લોકો ફસાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જામી ભક્તોની ભીડ, હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર


દક્ષિણ ગુજરાતમાં ફરી આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન વરસાદનું જોર પકડ્યું છે. સવારથી અત્યાર સુધીમાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો. નવસારીના વાસદામાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાંથી પસાર થતી મિબધોળા નદી ગાંડી તુર બની છે. બારડોલી મીંઢોળા નદીના કાંઠા વિસ્તારમાં અનેક લોકો ફસાયા છે. ત્યારે 100થી વધુ પરિવારોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ડાંગના વઘઈ અને આહવામાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. 


આ પણ વાંચો:- સુરતમાં મેઘ મહેર યથાવત, ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ


ઓલપાડના કિમ પૂર્વ વિસ્તારમાં કિમ નદીના પાણી ઘૂસી જતા આશિયાના નગરમાં 100થી વધુ લોકો ફસાયા છે. ત્યારે એસ.ડી.આર.એફ 11ની ટીમ રેસ્ક્યૂ કરવા આશિયાના નગર પહોંચી ગઇ છે. ગઇકાલ રાતથી કિમ નદીના પાણી આશિયાના નગરમાં ભરાવવાનું શરૂ થયું હતું. વડોદરામાં મેઘ મહેર યથાવત રહેતા છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 1 ઈંચ, કરજણમાં 1.25 ઈંચ, ડભોઇમાં 6 ઈંચ, ડેસરમાં 2 ઈંચ, વાઘોડિયામાં 1.25 ઈંચ, સાવલીમાં 2 ઈંચ અને શિનોરમાં 1 ઈંચ જેટલો વરસાદ ખોબક્યો છે. ત્યારે વિશ્વામિત્રીની સપાટીમાં ઘટી 21 ફૂટે પહોંચી ગઇ છે.


આ પણ વાંચો:- યુવાનોએ કરી અનોખી રીતે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી, ફ્રીમાં બાળકોને આપ્યું શિક્ષણ


ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ હાંસોટ 14 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વર 5 ઈંચ, ભરૂચ 4 ઈંચ, આમોદમાં 2 ઈંચ, જંબૂસરમાં 8 મિમી, નેત્રંગમાં 6 ઈંચ, વાગરામાં 1.5 ઈંચ, વાલિયામાં 8 ઈંચ અને ઝઘડિયામાં 1 ઈંચ વરસાદ નોંધયો છે. નર્મદા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ડેડીયાપાળામાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નાંદોદમાં 5.8 ઈંચ સાગબારમાં 5 ઈંચ, ગરૂડેશ્વરમાં 3.4 ઈંચ અને તિલકવાળામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચો:- વડોદરા: ડભોઇમાં વરસાદ બાદની તારાજી, માર્ગ ધોવાતા 10 ગામ સપર્ક વિહોણા


પંચમહાલમાં રાત્રીના વિરામ બાદ વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં ધીમીધારે વરસાદ ફરી શરૂ થઇ ગયો છે. પંચમહાલમાં સૌથી વધુ જાંબુઘોડામાં 4.76 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં પંચમહાલ જિલ્લામાં કાલોલમાં 1.4 ઈંચ, ગોધરામાં 1.52 ઈંચ, ઘોઘંબામાં 2.48 ઈંચ, મોરવા હડફમાં 3.12 ઈંચ, શહેરામાં 1.1 ઈંચ અને હાલોલમાં 2.56 ઈંચ વરસાદ નોંધાયો છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...