વલ્લભીપુરની ઘેલો નદી બની ગાંડીતુર, સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં જિલ્લાઓમાં અવિરત મેઘમહેર
ભારે વરસાદથી ભાવનગરના વલ્લભીપુર નજીક આવેલી ઘેલો નદી ફરી બે કાંઠે વહેવા લાગતા નદીમાં પાણીની પુષ્કળ આવક થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વલ્લભીપુરથી દેવળીયા, પાળીયાદ, ભાણગઢનો રસ્તો ફરી એકવાર બંધ થઇ ચુક્યો છે. જેથી ગામમાં પુલ દ્વારા અવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલ્લભીપુર અને ભાવનગર જવાના માર્ગ પર પાણી ભરાતા માર્ગ બંધ થયો છે. બાળકો, મહિલાઓ સહિત ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી થતો આ માર્ગ પાણીના પ્રવાહના કારણે બંધ થયો છે.
ભાવનગર : ભારે વરસાદથી ભાવનગરના વલ્લભીપુર નજીક આવેલી ઘેલો નદી ફરી બે કાંઠે વહેવા લાગતા નદીમાં પાણીની પુષ્કળ આવક થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વલ્લભીપુરથી દેવળીયા, પાળીયાદ, ભાણગઢનો રસ્તો ફરી એકવાર બંધ થઇ ચુક્યો છે. જેથી ગામમાં પુલ દ્વારા અવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલ્લભીપુર અને ભાવનગર જવાના માર્ગ પર પાણી ભરાતા માર્ગ બંધ થયો છે. બાળકો, મહિલાઓ સહિત ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી થતો આ માર્ગ પાણીના પ્રવાહના કારણે બંધ થયો છે.
મુંબઈ રસ્તો બંધ થતાં રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ, 1 કરોડનું ડ્રગ્સ પકડાયું
ભાવનગર જિલ્લામાં ગત્ત મોડી રાતથી ધીમીધારે સતત પાંચ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. નવ વાગ્યાથી ફરી વરસાદ શરૂ થઇ જતા સ્થિતી કપરી થઇ છે. ઉમરાળા અને વલ્લભીપુરમાં દોઢ ઇંચ, ધોધમાં પોણો ઇંચ અને જિલ્લામાં મેઘરાજા ધીમીધારે કાચુ સોનુ વરસી રહ્યુ છે. વરસાદથી કપાસ અને મગફળી સહિતનાં પાકને ફાયદો થઇ રહ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશી છે. જો કે હવે વરસાદ પડે તો તે પાક માટે નુકસાનકારક સાબિત થાય છે.
ગીરની નદીઓમાં ઘોડાપૂર, માધવરાયજી ફરી એકવાર 15 ફૂટ પાણીમાં ગરકાવ
ભાવનગર જિલ્લામાં પણ વરસાદનાં કારણે છેલ્લા 24 કલાકમાં ભાવનગર 28, તળાજા 6, મહુવા 8, ઘોઘા 19, સિહોર 7, પાલિતાણા 8, ગારીયાધાર 7, જેસર 3, વલ્લભીપુર અને ઉમરાળામાં 34 મી.મી વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 3 દિવસનું ભારેથી અતિભારે વરસાદની આગાહી સમગ્ર સૌરાષ્ટ્રમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર