રાજકોટ જિલ્લાના ભારે વરસાદ; ઓસમ ડુંગર પર ફસાયેલા ત્રણ સહેલાણીઓની જિંદગી બચાવાઈ..
ધોરાજી તાલુકાના પાટણવાવના પ્રસિદ્ધ ઓસમ ડુંગર પર ભારે વરસાદને કારણે ફસાયેલા ત્રણ નાગરિકોનું ગામના સરપંચ, ફાયર બ્રિગેડ તથા જિલ્લા વહીવટી તંત્રની સમયસૂચકતાથી રેસ્ક્યુ કરાયું હતું.
દિવ્યેશ જોશી/રાજકોટઃ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને શહેરનાં નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે ભારે વરસાદને કારણે ઉપલેટા પાસે આવેલ પાટણવાવના પ્રસિદ્ધ ઓસમ ડુંગર પર લોકો ફસાયા હતા. અચાનક પડેલા ધોધમાર વરસાદને કારણે મોજલ ધોધમાં લોકો ફસાયા હોવાના સમાચાર મળ્યા હતા.
ગુજરાતીઓ સાવધાન! નવસારીમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ? NDRF ની ટીમો સ્ટેન્ડ બાય
ધોધમાં પાણી આવતા ત્રણ જેટલા લોકો ફસાયા હતા. મોજલ ધોધમાં પાણી આવતા ત્રણ જેટલા લોકો ફસાયા હતા. મોજલ ધોધમાં અચાનક પાણી આવતા બે મહિલા અને પુરષોનું રેસ્ક્યું કરાયું હતું. આ ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા પોલીસ, મામલતદાર દ્વારા તમામનું સલામત રીતે રેસ્ક્યું કરાયું હતું.
આગામી 24 કલાક ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ! આટલા જિલ્લામાં અપાયું એલર્ટ
ધોરાજી તાલુકાના પાટણવાવના પ્રસિદ્ધ ઓસમ ડુંગર પર ભારે વરસાદને કારણે ફસાયેલા ત્રણ નાગરિકોનું ગામના સરપંચ, ફાયર બ્રિગેડ તથા જિલ્લા વહીવટી તંત્રની સમયસૂચકતાથી રેસ્ક્યુ કરાયું હતું અને ત્રણ અનમોલ માનવ જિંદગીને બચાવાઇ હતી. ઉપલેટાના ભાવિનગીરી અપારનાથી ઉ.24 અને ક્રિશ્નાબેન ભાવિનગીરી અપારનાથી ઉ.20 તથા પાટણવાવના અરૂણાબેન જયદીપભાઈ અપારનાથી ઉ.23 ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગર પર ફરવા ગયા હતા.
અમદાવાદમાં આગામી 2 દિવસ કેવો પડશે વરસાદ? ગુજરાતમાં 4 દિવસ ધડબડાટી બોલાવશે મેઘરાજા
ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે આ ત્રણેય વ્યક્તિઓ ડુંગર પરથી નીચે ઉતરી શકે તેમ નહોતા. પાટણવાવના સરપંચ પ્રવીણભાઈ પેથાણીને બચાવવા માટે ફોન કર્યો હતો. સરપંચ પ્રવીણભાઈએ મામલતદાર એમ.જી. જાડેજાને તાત્કાલિક આ બાબતની જાણ કરતા નગરપાલિકાના ફાયર ફાઈટર તથા પાટણવાવના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.કે. કોઠીયા તાત્કાલિક ઓસમ ડુંગર પર પહોંચ્યા હતા. તમામ સાધન સામગ્રીની મદદ લઇ ઉપરોકત તમામને રેસ્કયુ કર્યું હતું.
લવ સેક્સ ઔર ધોખા: અમદાવાદમાં બે સગી બહેનો લવ-જેહાદનો શિકાર,કંપારી છૂટી જાય એવી કહાની