Gujarat Weather Forecast અમદાવાદ : આખા ગુજરાતની સાથે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. એકાએક અંધારપટ છવાયો છે. અમદાવાદમાં આકાશમાં ચારેતરફ કાળાડિંબાગ વાદળોએ જમાવટ કરી છે. અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. અમદાવાદમાં અંધારપટ છવાતા વિઝિબિલિટી ઘટી છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદનું આગમન થયું છે. હજુ બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા કયા જિલ્લામાં એલર્ટ 
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ સહીત તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ અપાયું છે. 


અમદાવાદમાં અંધારપટ છવાયો : કાળાડિબાંગ વાદળો સાથે તૂટી પડ્યો વરસાદ, આ જિલ્લાઓ એલર્ટ


પાટીલે કાર્યકર્તાઓને આપી મોટી ચેલેન્જ : આટલું કરશો તો આગામી લોકસભામાં રેકોર્ડ તોડીશુ