અમદાવાદમાં અંધારપટ છવાયો : કાળાડિબાંગ વાદળો સાથે તૂટી પડ્યો વરસાદ, આ જિલ્લાઓ એલર્ટ પર
Ahmedabad Rain : ભરશિયાળે સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ... વહેલી સવારે 2 કલાકમાં 20 તાલુકામાં નોંધાયો કમોસમી વરસાદ... ગીર સોમનાથના તાલાલા અને વેરાવળમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ ખાબક્યો...
Trending Photos
Gujarat Weather Forecast અમદાવાદ : આખા ગુજરાતની સાથે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. એકાએક અંધારપટ છવાયો છે. અમદાવાદમાં આકાશમાં ચારેતરફ કાળાડિંબાગ વાદળોએ જમાવટ કરી છે. અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. અમદાવાદમાં અંધારપટ છવાતા વિઝિબિલિટી ઘટી છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદનું આગમન થયું છે. હજુ બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.
કયા કયા જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ સહીત તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ અપાયું છે.
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે. પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે વ્યાપક વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ છે. તેથી માછીમારોને હાલ દરિયાકાંઠે ન જવા અપીલ કરાઈ છે.
ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. નડિયાદ, મહુધા, મહેમદાવાદ, માતર, કપડવંજ, કઠલાલ, ઠાસરા, ગળતેશ્વર, ડાકોર સહિત તમામ તાલુકામાં કમોસમી વરસાદ છે. વરસાદ થતાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. લોકો કમોસમી વરસાદ પડતા બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. સમગ્ર ખેડા જિલ્લાના તમામ તાલુકા માં વરસાદ પડતાં ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોને માર્કેટયાર્ડમાં માલ ન લાવવા અપીલ
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે ,જિલ્લાના સરહદી પંથક વાવ, થરાદ,સુઇગામ, ભાભર સહિત કાંકરેજ અને ધાનેરામાં કમોસમી વરસાદ વરસ્યો છે તો જિલ્લાના મુખ્ય મથક પાલનપુર, ડીસા,દાંતીવાડા, વડગામ પંથકમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે.જિલ્લાના અનેક વિસ્તારોમાં ક્યાંક ભારે પવન સાથે તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે.ભર શિયાળે કમોસમી વરસાદના કારણે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે તો હવામાન વિભાગની અગાહીના પગલે તંત્ર દ્વારા જિલ્લાના માર્કેટયાર્ડને સાવચેત રહેવાની અને માલ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની તાકીદ કરાઈ છે તો ખેડૂતોને પણ હાલ પૂરતો પોતાનો માલ માર્કેટયાર્ડમાં ન લાવવા અપીલ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે