Ambalal Patel Cyclone Alert Prediction : ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં વરસાદી ઝાપટા ચાલું છે. વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી શરૂ થતા નવરાત્રિના પર્વમાં વરસાદ વિલન બનશે. 14,15 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડશે કે નહીં? તે તમામ ખેલૈયાઓ જાણવા માગે છે. ત્યારે રાજ્યનું વાતાવરણ કેવું રહેશે અને વરસાદ પડશે કે નહીં? તે અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિ અને મેચ બંને બગડવાની 
રાજ્યમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની સો ટકા સંભાવના છે. અમદાવાદમાં પેહલા અને બીજા નોરતે વરસાદની આગાહી છે. નવરાત્રિના નોરતાઓમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કરી ફરી વરસાદી માહોલ સર્જાશએ. ત્યારે 15 અને 16 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ આવવાની શક્યતા છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. 


ગુજરાતના મંદિરોમાં ઘટ સ્થાપનાથી નવરાત્રિ શરૂ : માતાના મઢમાં રાજવી પરિવારે પૂજા કરી


4 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 14, 15 અને 16 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. તો 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. આ દિવસોમાં દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહેશે. જોકે, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 


મા મહાકાળીના ધામમાં નવરાત્રિનો ભવ્ય પ્રારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સંભાવના
ક્રિકેટપ્રેમીઓ જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડશે.હવામાન વિભાગનાં ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર અમદાવાદમાં વરસાદની શક્યતા લગભગ નહિવત્ છે.આગામી 5 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે, પરંતુ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની સંભાવના છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


આ રીતે બનાવો કેનેડા જવાનો ફુલપ્રુફ પ્લાન, સ્ટુડન્ટ વિઝા માટે આટલી તૈયારી કરી રાખજો