Ambalal Patel Monsoon Prediction : રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે 7 દિવસમાં સારા વરસાદની આગાહી કરી છે. 8, 9, 10 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે. ક્યાંક ભારે તો ક્યાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસશે. પરંતુ સ્થિતિ એવી છે કે, વરસાદની આગાહી તો આવે છે, પરંતું વરસાદ આવતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર ગયો છે ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવે સપ્ટેમ્બર મહિનામાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ, નવસારી, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ખેડા, દાહોદ, આણંદ, મહીસાગર અને પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 


આ દેશમાં ખૂલ્યા નોકરીના ઢગલાબંધ ઓપ્શન, ડોલરની સાથે પીઆર પણ ફટાફટ મળી જશે


લાંબા વિરામ બાદ વરસાદની આગાહી
દેશના રાજ્યોના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6 થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10 થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.તેઓએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.


ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય


દેશના રાજ્યોના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.


સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ સંતોએ લીધા આ 13 નિર્ણયો, સાધ્વી બહેનોને સ્ટેજ પરથી નીચે ઉતરવાનું કહી અપમાન ન કરવું