સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ સંતોએ લીધા આ 13 નિર્ણયો, સાધ્વી બહેનોને સ્ટેજ પરથી નીચે ઉતરવાનું કહી અપમાન ન કરવું
salangpur mural controversy : આજની સાધુ-સંતોની બેઠકમાં વિવિધ મુદા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ આજે કેટલાંક નિર્ણય લીધા છે. જેમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન સંતોનો બહિષ્કાર કર્યો છે. સનાતન ધર્મમાંથી સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આજે સાણંદના લંબેનારાયણ આશ્રમ ખાતે ડો. જ્યોતિરનાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. સનાતન ધર્મમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે અવારનવાર પુસ્તકો થી લઈ વિવિધ જગ્યાએ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે ત્યારે આ ઠરાવોને પસાર કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો છે.
ધર્મ આંદોલન દુનિયામાં ન ફેલાય તેની જવાબદારી ગુજરાત-કેન્દ્ર સરકારની છે
સનાતન ધર્મના સાહિત્યનો ઉપયોગ કરનારને સજાની જોગવાઈનો કાયદો બને
સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ જગ્યાએ સનાતન ધર્મના દેવી કે દેવતાઓનું સ્થાપન કરવું જોઈએ
સનાતન ધર્મના દેવી કે દેવતાઓનો સ્વામિનારાયણ સંપ્રદાય પ્રવચનમાં ઉલ્લેખ ન કરે
શ્રીમદ ભાગવત પુરાણ, રામચરિત માનસ કે હનુમંત કથા વગેરેનો ઉપયોગ ન કરે
જ્યાં સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ કર્યો છે તે કાયમી ધોરણે દૂર કરવા
સહજાનંદ સ્વામીને સર્વોપરી બનાવવાનો પ્રયાસ થયો છે તેવા ચિત્રો દૂર કરવા
સનાતન ધર્મની સંસ્થામાં સ્વામિનારાયણ સંતો હોદ્દા પર હોય તો રાજીનામું આપી દે
ધર્મસભામાં માતાજી કે સાધ્વી બહેનોને સ્ટેજ પરથી નીચે ઉતરવાનું કહી અપમાન ન કરવું
સનાતન ધર્મના સંતો ખોટા છે તેવું કહી પોતાની લીટી મોટી કરવાનો ખોટો પ્રયાસ ન કરવો
ક્યારેય પણ સ્વામિનારાયણ સંપ્રદાયના આમંત્રણને સ્વીકારશે નહીં
સ્વામિનારાયણ મંદિરમાં આજથી કોઈએ જવું નહીં, ધર્મસ્થળોએ પ્રલોભન આપે તો પણ જવું નહીં
સનાતન ધર્મના ગુરુઓ ક્યારેય સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ટેજ પર નહીં જાય
Trending Photos