Navratri On Gujarat HeavyRains: આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે સાથે મેઘરાજા પણ ગરબા રમવા આવશે! જી હા...મેઘરાજા રઢિયાળી રાતમાં ખેલૈયાઓને ભીંજવી નાખશે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી આપી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે વરસાદ પડી શકે છે. 17થી 20 ઑક્ટોબરે અંબાલાલ પટેલે વરસાદની આગાહી આપી છે. આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વખતે અલનીનોને કારણે શિયાળો 15 દિવસથી 25 દિવસ સુધી મોડો બેસશે એટલે કે ભલે ચોમાસું વિદાય લઈ લે અને સત્તાવાર રીતે શિયાળો બેસી જાય પરંતુ લગભગ 15થી 25 દિવસ સુધી ઠંડીનો અહેસાસ નહીં થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર, '15મી જૂનથી કાયમી ભરતી થશે, જ્ઞાન સહાયક વૈકલ્


અંબાલાલની આગાહી
જો કે વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે એટલે કે 17થી 20 ઓક્ટબર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. પાછોતરો વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે. અંબાલાલ પટેલે એવી આગાહી પણ કરી છે કે ગુજરાતમાં ચોમાસાની પીછેહઠ 10 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. આ વખતે શિયાળો 15થી 25 દિવસ સુધી મોડો બેસશે. એટલે કે ઓક્ટોબરના અંત સુધી ઠંડીનો અહેસાસ નહીં થાય. ગુજરાતમાં ચોમાસામાં સીઝનનો સરેરાશ 104 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં વરસાદની ટૂંકી પણ ધમાકેદાર ઈનિંગે વરસાદની સરેરાશ પૂરી કરી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ચોમાસાની બાકીની ઈનિંગ કેવી રહે છે.


VIDEO:'દાદા'નો અનોખો અંદાજ, બાળકે CM પાસે ફોટો પડાવવાની ફરમાઈશ કરી, પછી જે કર્યું..!


દેશભરમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ભાદરવાનો તાપ પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. હવે રાહ જોવાઈ રહી છે શિયાળાની. જો કે ગજરાતના લોકોએ શિયાળાની શરૂઆત માટે નવેમ્બરના મધ્ય સુધી રાહ જોવી પડે તેમ છે, હવામાન નિષ્ણાતોએ આ માટે કેટલાક ભૌગોલિક કારણોને જવાબદાર ગણાવ્યા છે. ઓક્ટોબરની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદે પોતાની ઈનિંગ લગભગ પૂરી કરી લીધી છે. હવે પાછોતરા વરસાદની જ સંભાવના છે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંતથી દિવસનું તાપમાન ઘટવાની સાથે શિયાળાનું આગમન થઈ જતું હોય છે. જો કે આ વખતે તેની સંભાવના ઓછી છે.


ચોમાસાની વિદાય વચ્ચે આ રાજ્યો માટે ખુશખબર, આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ


પરેશ ગોસ્વામીની આગાહી
રાજ્યમાં ચોમાસાની ચિકાર વર્ષા થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી તો ક્યાંક પાકને નુકસાન પણ ગયું. જો કે હવે વરસાદની શક્યા નહિવત છે. પરંતુ ચોમાસા બાદ શરૂ થતાં શિયાળાના આગમનની હજુ રાહ જોવી પડશે. શિયાળો 20થી 25 દિવસ મોડો શરૂ થયા તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનીએ તો આ વખતે શિયાળાનું આગમન 20 થી 25 દિવસ જેટલું મોડું થવાની શક્યતા છે. તેની પાછળ દેશમાં મોડું બેઠેલા ચોમાસા સહિતના કેટલાક પરિબળો જવાબદાર છે. 


કુરિવાજો અને દૂષણો દૂર કરવા પાટીદારોની મોટી પહેલ, સમાજમાં આવ્યા મોટા ફેરફાર


10 ઓક્ટોબરથી ઉત્તર-પૂર્વના પવનો સેટ થવા લાગશે. આ પવનો જ ઠંડી લાવે છે. પરંતુ જે રીતે આ વર્ષે ચોમાસું મોડું બેઠું હતું, એ રીતે આ વખતે શિયાળો પણ મોડો બેસી શકે છે. સામાન્ય રીતે શિયાળો પહેલી નવેમ્બરથી શરૂ થાય છે પરંતુ આ વર્ષે 20થી 25 નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆત થઈ શકે છે. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પડવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. 


અંબાજીમાં પ્રક્ષાલન વિધિ પૂર્ણ; જાણો આ વિધી પાછળનું રહસ્ય, દર્શન આરતીનો સમય બદલાયો


સામાન્ય રીતે 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં દક્ષિણ પશ્વિમના પવનો ફૂંકાય છે, ત્યારબાદ ઉત્તર પૂર્વના પવનોની શરૂઆત થતી હોય છે, આ પવનોને કારણે જ ગુજરાતમાં શિયાળો બેસતો હોય છે. આ વર્ષે ઉત્તરપૂર્વના પવનો સમયસર જ પોતાનું સ્થાન લેશે, જો કે હવામાન નિષ્ણાતોનું માનીએ તો ઉત્તર ભારતમાં હજુ અલ નીનોની અસર હોવાને કારણે શિયાળો 20 દિવસ મોડો એટલે કે 20 નવેમ્બરની આસપાસ બેસે તેવી શક્યતા છે. પણ સારી વાત એ છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડી દર વખતની જેમ પોતાનું જોર દેખાડશે.


સરકારી નોકરીની લાયમાં આ રીતે તમે પણ બની શકો છો ભોગ, વલસાડના 6 યુવકો 28 લાખમાં નાહ્યા


ઉત્તર ભારતમાંથી દક્ષિણ-પશ્ચિમના ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. જો કે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર રીતે વિદાયને હજુ થોડો સમય લાગશે. કેમ કે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે. વાતાવરણ સૂકું થાય અને પવનોની દિશા બદલાય ત્યારે જ ચોમાસાની વિદાયની જાહેરાત કરવામાં આવે છે. ગુજરાતમાં 6 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે વરસાદની કોઈ આગાહી નથી કરી.