અમદાવાદ : રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ સક્રિય થઇ ચુક્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘મગજ હટે તો બધાના બાપ છીએ, અમારી લાજપોરની દોસ્તી પર નજર ન બગડતાં’

16 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણી, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 ઓગસ્ટે વરસાદની તિવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે. 


monsoon updates : ગણદેવીમાં કાવેરી નદીમાં 5 ડૂબ્યા, વેણુ નદીમાં કારચાલક બૂરી રીતે ફસાયો

18 ઓગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લાઓમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 19 ઓગસ્ટે કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે. જો કે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર