ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધતા બાળકોની સુરક્ષા અને હેલ્મેટને લઈને જાગૃત કરવા ટ્રાફિક પોલીસનું હેલ્મેટ સંસ્કારની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસે 7 હજાર વિધાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને સુરક્ષાનું વચન લીધું. શું છે હેલ્મેટ સંસ્કાર ઝુંબેશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડંકાની ચોટ પર આ તારીખ લખી રાખજો...સો ટકા આવશે મોટું સંક્ટ! ગુજરાત માટે મોટી આગાહી


અમદાવાદમાં ટ્રાફિક પોલીસે બાળકોની સુરક્ષા માટે નવતર પ્રયોગ શરૂ કર્યું છે. પોલીસ હવે અકસ્માતથી રક્ષણ આપવા બાળકોને હેલ્મેટ વિતરણ શરૂ કર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસ બાળકોને તો સુરક્ષિત કરશે પરંતુ હેલ્મેટ નહિ પહેરનાર માતા પિતાને પણ જાગૃત કરશે. ટ્રાફિક પોલીસના હાથે હેલ્મેટ પહેરી રહેલા બાળકોને હેલ્મેટ મળવાની ખુશી તો છે પરંતુ તેમના માતા પિતા ટ્રાફિકના નિયમોને લઈને બેદરકાર જોવા મળી રહ્યા છે. કારણ કે મોટી સંખ્યામાં વાલીઓ હેલ્મેટ વગર જ નજરે પડી રહ્યા છે. 


હદ થઈ! આચારસંહિતાના નામે ગુજરાતમાં અહીં નકલી પોલીસનો ત્રાસ, પટેલ યુવક સાથે થયો 'કાંડ


અમદાવાદ શહેરમાં હેલ્મેટ નહિ પહેરવાથી અકસ્માતમાં મૃત્યુનો આંકડો વધે છે. જેથી પોલીસ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરે છે. પરંતુ તેમ છતાં વાહન ચાલકોમાં બેદરકારી જોવા મળે છે. જેથી હવે ટ્રાફિક પોલીસે બાળકોને હેલ્મેટથી સલામત કરીને તેમના પરિવારને જાગૃત કરવાનું ઝુંબેશ શરૂ કર્યું છે અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 7 હજાર હેલ્મેટ બાળકોને વિતરણ કર્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઇસનપુરમાં આવેલ રોટરી ક્લબ માં સ્કૂલના વિદ્યાર્થીઓને હેલ્મેટ વિતરણ કરાવીને ટ્રાફિકના નિયમનનું પાલન કરવાનું વચન લીધું છે.


તમે આ ભૂલ કરી છે? RTE RTE અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે સૌથી મોટી કાર્યવાહી


મહત્વનું છે અમદાવાદ પૂર્વમાં વસ્ત્રાલ માં બે વિધાર્થીઓ હેલ્મેટ વગર વાહન લઈને નીકળ્યા હતા જેમને અકસ્માત નડ્યો હતો. એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે વધુ એક કિસ્સામાં એક બાળક પોતાના પિતાની પાછળ બાઈક પર જઈ રહ્યો હતો. ત્યારે બમ્પ આવતા બાળક નીચે પટકાયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જેથી બાળકોની સલામતી માટે ટ્રાફિક પોલીસે જુદી જુદી GIDC અને કંપનીઓના યોગદાનથી હેલ્મેટ મેળવીને બાળકોને વિતરણ કર્યા હતા.


ગુજરાતમાં ફરી માતૃત્વ લજવાયું, પાપ છુપાવવા જનેતાએ નવજાત શિશુને કચરામાં ફેંક્યું!


મહત્વનું છે કે બાળકો અને તેમના પરિવારના સભ્યો ટ્રાફિકના નિયમન ને લઈને જાગૃતતા થાય અને હેલ્મેટ સંસ્કારના ઝુંબેશને સંસ્કાર સમજીને સ્વીકારે તેવા ઉદ્દેશથી ટ્રાફિક પોલીસે અભિયાન શરૂ કર્યું. તો જોવું એ રહ્યું કે પોલીસની આ પહેલને લોકો કેટલું અસરકારક બનાવે છે.