શું તમે તો આ ભૂલ કરી નથી'ને! RTE અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

ઉદગમ સ્કૂલમાં RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારા 126 પ્રવેશ રદ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અગાઉ ઉદગમ સ્કૂલ દ્વારા વધુ આવક ધરાવતા હોય તેવા વાલીઓના રિટર્ન ફાઈલ મેળવી DEO કચેરીએ પુરાવા સાથે અરજી કરી હતી.

શું તમે તો આ ભૂલ કરી નથી'ને! RTE અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

સપના શર્મા/અમદાવાદ: RTE ને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉદગમ સ્કૂલમાં RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારા 126 પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. ઉદગમ સ્કૂલમાં RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારા 126 પ્રવેશ રદ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અગાઉ ઉદગમ સ્કૂલ દ્વારા વધુ આવક ધરાવતા હોય તેવા વાલીઓના રિટર્ન ફાઈલ મેળવી DEO કચેરીએ પુરાવા સાથે અરજી કરી હતી.

નિયમ મુજબ 1.5 લાખથી વધુ આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE માં પ્રવેશ મળી શકે નહી. તેમ છતાં ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. RTE અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે અત્યાર સુધી પ્રથમ વખત સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 

અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અગાઉ ઉદગમ સ્કૂલના સંચાલકે 6 મહિના પહેલા કચેરીએ રજૂઆત કરી હતી. 126 એડમિશન રદ કરવામાં આવ્યા છે. નિયમ વિરુદ્ધ પ્રવેશ હતા. રાજ્ય સરકાર વતી પણ અમને વાલીઓ સામે એક્શન લેવા સૂચના હતી. અગાઉ એશીયન ગ્લોબલ સ્કૂલના 46 પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા. 

ઉદગમ સ્કૂલને લઇ વાલીઓ DEO કચેરી પહોંચ્યા હતા. શાળાના 150 થી વધુ RTE પ્રવેશ રદ કરવાનાં નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ અગાઉ ઉદગામ સ્કૂલે જાતે જ વાલીઓના ઈન્ક્મ ટેક્સ રિટર્ન મેળવી વધુ ઈન્ક્મ ધરાવતા વાલીઓની માહિતી મેળવી હતી. વાલીઓ પોતાની રજૂઆત લઇ DEO કચેરી પહોંચ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news