રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં આજથી મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) લાગુ કરાયો છે. જેમાં સવારથી જ ગુજરાતના તમામ રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ (traffic Police)નો સ્ટાફ ઉભા રહીને લોકોને કાયદાનું ભાન કરાવી રહ્યાં છે. આજે બપોર સુધી રાજ્યના ટ્રાફિક વિભાગોએ લાખોનો દંડ વસૂલ્યો છે. વારંવાર સૂચનાઓ છતાં લોકો પકડવા પર પોતાનો લુલ્લો બચાવ કરી રહ્યાં છે. અનેક લોકો દંડ ન ભરવા માટે બહાના બનાવી રહ્યાં છે, તો કેટલાક ટ્રાફિક પોલીસની નજરે ન ચઢે તે માટે વિવિધ તરકીબો અપનાવી રહ્યાં છે. તો કેટલાકે આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે રાજકોટ (Rajkot)માં અજીબોગરીબ રીતે ટ્રાફિક નિયમ (Traffic Rules)ના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ : ISI માર્કનું હેલ્મેટ ન મળતા બાર એસોસિયેશનના પ્રમુખ સાયકલ ચલાવીને કોર્ટ પહોંચ્યા


રાજકોટ શહેરમાં હેલ્મેટ કાયદાનો અનોખો વિરોધ કરાયો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર એક વાહનચાલક માથામાં હેલ્મેટને બદલે તપેલી પહેરી નીકળ્યો હતો. આમ, હેલ્મેટના બદલે તપેલી પહેરી આ શખ્સે પોલીસની કાર્યવાહી સામે વિરોધ દર્શાવ્યો. તો બીજી તરફ જેતપુરમાં પણ એક વૃદ્ધ દ્વારા હેલ્મેટના બદલે માથે તપેલી પહેરવામાં આવી હતી. તેઓએ પણ વિરોધના ભાગરૂપે માથા પર તપેલી પહેરી હતી.


ઉલ્લેખનીય છે કે, રાજકોટના શખ્સોનું તપેલીથી વિરોધ દર્શાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. તો બીજી તરફ, ગુજરાતનું ટ્રાફિક વિભાગ એટલી જ સાવચેતીથી નિયમોનું પાલન કરાવી રહી છે. સાથે જ લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે અવેરનેસ આવે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. 


કોંગ્રેસે ગુમાવી વડોદરા જિલ્લા પંચાયત, મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર


આજથી કયા નિયમો લાગુ પડશે


  • વાહન પર મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. 

  • હેલ્મેટ ન પહેર્યું હોય તો 100 રૂપિયાનો દંડ થશે

  • ફોર વ્હીલર ચલાવતા સમયે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે. 

  • ટુ વ્હિલર પર ત્રિપલ સવારી હોય તો 100 રૂપિયા દંડ થશે.

  • ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે 1000 હજાર રૂપિયા દંડ થશે. નવા નિયમ પ્રમાણે થ્રી વ્હીલરને 1500, એલ.એમ.વીને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે.

  • લાઈસન્સ, વીમો,પીયુસી,આરસી બુક (PUC, license, RC book, insurance) સાથે ન હોય તો પહેલી વખતનો દંડ 500 રૂપિયા અને બીજી વખત દંડ થશે તો 1000 રૂપિયાનો કરવામાં આવશે.

  • અડચણ રૂપ પાર્કિંગ એને કાચ પર ડાર્ક ફિલ્મ માટે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા દંડ થશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :