રાજકોટ: સ્ટુડિયો સંચાલકને ધમકી આપવા મુદ્દે જાણીતા ભજનિક હેમંત ચૌહાણની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાની વાત વહેતી થઇ હતી. જો કે આ અંગે ખુલાસો કરવા માટે હેમંત ચૌહાણે તેના નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. ચૌહાણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોઇ પણ અરજી કે ફરિયાદ અનુસંધાને મારી ધરપકડ કરવામાં આવી નથી. આવા સમાચારો ભાવિન રસીક ખખ્ખર દ્વારા ઇરાદા પુર્વક મને બદનામ કરવા અને પરેશાન કરવા માટેના હેતુથી ફેલાવ્યા હતા. જ્યારે ઓડિયો ક્લીપમાં અપશબ્દ બોલવા મુદ્દે વાત કરવામાં આવી તો તેમણે આ મુદ્દે ચુપકીદી સાધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા સીમાંકનની કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં ચૂંટણી શંખ ફૂંકાય તેવી શક્યતા

હેમંત ચૌહાણે વધારેમાં જણાવ્યું કે, સમગ્ર મુદ્દે અમે માનહાનીના કાયદા અનુસાર કાર્યવાહી કરીશું. ભાવિન ખખ્ખર સાથે કોઇ પણ પ્રકારનો ધંધાકીય વ્યવહાર નથી.કોઇ કરાર પણ થયો નથી. તેમ છતા તેમના પિતા રસીક ખખ્ખર સમયનાં જુના કેસના આધારે હાલ ભાવિન ખખ્ખર થોડા થોડા સમયે અમને ખરાબ ચિતરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગરૂપે હાલમાં સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવીને મને બદનામ કરવાનું કાવત્રું રચી રહ્યા છે તેવી મને આશંકા છે. 


રાજપીપળા: ડેડીયાપાડામાં જંગલ ખેડવા મુદ્દે ફોરેસ્ટ, શાકવા અને કોલીવાડા ગામના લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસ પર જીવલેણ હૂમલો

અત્રે ઉલ્લેખનીય છે કે, 2015માં હેમંત ચૌહાણ દ્વારા ફરિયાદીને ફોન પર હાડકા ભાંગી નાખવાની અને માર મારવાની ધમકી આપી હતી. જે મુદ્દે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. ત્યારે પોતાના સૌમ્ય સ્વભાવના કારણે જાણીતા હેમંત ચૌહાણે ધમકી આપી હોવાનું સામે આવતા ચાહકો પણ આઘાતમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેમંત ચૌહાણ ગત્ત વર્ષે ભાજપમાં જોડાવા અંગે ચર્ચામાં આવ્યા હતા. હેમંત ચૌહાણ સહિતના ગુજરાતી કલાકારો કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરીને સત્તાવાર રીતે પક્ષમાં જોડાયા હતા. ત્યાર બાદ વીડિયો બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે, તેઓ કોઇ પણ પક્ષમાં જોડાયા નથી. કોઇ પણ પક્ષમાં જોડાઇને તેમની નામના હલકી કરવા માંગતા નથી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube