તેજસ મોદી/અમદાવાદ : તમે ચોરી કરતી અને ગેંગો વિશે સાંભળ્યું હશે કેટલાક એવા સાચોર વિશે પણ સાંભળ્યુ હશે. જે જબરજસ્ત મોડસ ઓપરેન્ડીથી ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. જેને પોતાની ગેંગ ક્યારેય બનાવી નથી, કારણ કે તેને ડર હતો કે જો કોઈ પણ વ્યક્તિ ફૂટી જાય તો તેની ધરપકડ થઈ શકે છે. શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી ચોરી કરનાર અને ઘણી ચોરીઓ માટે તે પોતાના વતનથી વિમાનમાં આવતો હતો. છેલ્લા 6 વર્ષથી આ આરોપી 30થી વધુ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે. બ્રાન્ડેડ વસ્તુઓ પહેરવાનો અને વસાવવાનો શોખ રાખતો આ શાતીર ચોર ઓડીસાથી સુરત ફ્લાઈટમાં આવતો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડી લાખો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: રાજ્યમાં ફરી વધી રહ્યો છે કોરોના, સતત ત્રીજા દિવસે 300થી વધુ કેસ નોંધાયા


કાળા બુરખામાં ઊભેલો શખ્સ છે શ્રીહરિ દંડપાની બિસ્નોઇ, શ્રીહરી મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચોરીની ઘટના સામે આવી રહી છે. જેને લઇને પોલીસની ટીમ સક્રિય થઇ હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે આરોપી લાલા ઉર્ફે નેલુ ઉસે ગુરખા રાજુ શ્રીહરિ બીસોઈની ધરપકડ કરી છે. વધારે પુછપરછમાં તેણે 30થી વધારે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ આરોપી ઓરિસ્સાનો વતની છે. સુરતમાં લીંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી રહી રહ્યો હતો. 


AMC Election Result: કોર્પોરેશનમાં હારની જવાબારી સ્વીકારી શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાન્ત પટેલે આપ્યુ રાજીનામુ


જો કે, તપાસમાં જાણવા મળ્યું હતુ કે, આ આરોપી વર્ષ 2014 થી ચોરીઓના ગુનામાં સંકળાયેલો હતો. આ આરોપી સ્પેશિયલ પ્લેન મારફતે ઘરફોડ ચોરી કરવા માટે પોતાના વતન ઓરિસ્સાથી સુરત આવતો અને જતો હતો. મોડી રાત્રિ દરમિયાન શહેરની અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. પોલીસે ધરપકડ કરતાં તમામ ચોરીઓના ભેદ ઉકેલાઇ જવા પામ્યા છે. આરોપી શહેરના ઈન્ડસ્ટ્રી એરિયામાં જ ગુના આચરતો હતો. આરોપીએ ખટોદરા જીઆઇડીસી એરિયામાં 11, ઉધના ઉદ્યોગ નગર એરિયામાં 5, પાંડેસરા બાટલી પાસે આવેલી ભગવતી અને પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલમાંથી 2, લિંબાયત મહાપ્રભુ નગર અને નારાયણ નગર એસ્ટેટમાંથી 2 મળી કુલ 30 જેટલા સ્થળે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. 


Land Grabbing Act: 3 મહિના પહેલા 9 સામે ગુનો નોંધાયો, પોલીસના હાથે માત્ર એક આરોપી આવ્યો


આરોપી સાંજના અરસામાં પોતાના રૂમ પર જમીને પોતાની સાયકલ લઈને નીકળ્યા બાદ ચોરીના પૈસાથી ખરીદી કરેલી મોપેડ લઈને નીકળતો હતો. સ્કૂલ બેગમાં મોઢા પર પહેરવાનું માસ્ક, હેન્ડ ગ્લોસ કમરમાં બાંધવા માટે સાડીનો ટુકડો સાથે જ અન્ય લોખંડના સાધનો રાખીને શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આંટાફેરા મારી રેકી કરતો હતો. ત્યારબાદ સંચા મશીનના ખાતાના ઓટલા ઉપર આરામ કરતો હતો. મોડી રાત્રે બંધ કારખાના તથા ગોડાઉનના પાછળના ભાગેથી લોખંડના દરવાજો જાડી તોડી અંદર પ્રવેશ કરતો હતો. ડ્રોવરના લોક તોડીને રોકડા રૂપિયા સાડીઓ ચોરી કરી સવારના ચાર વાગ્યા સુધી મોઢામાં રહીને પછી ત્યાંથી ફરાર થઈ જતો હતો. શ્રીહરિને એ વાતનો ડર હતો કે જો તે પોતાની ગેંગ બનાવે અને ચોરી કરેલા મુદ્દામાલની ભાગ બટાઈમાં વિવાદ થાય તો પોલીસ સુધી માહિતી પહોંચી શકે છે. જેથી તેની ધરપકડ થઈ શકે છે આ જ ડરને કારણે શ્રીહરિએ ક્યારેય પોતાની ગેંગ બનાવી હતી. તે એકલો જ ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો. ચોરીમાં મેળવેલા રૂપિયામાંથી શ્રી હરિ પોતાના માટે બ્રાન્ડેડ વસ્ત્રો અને વસ્તુઓ ખરીદતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube