AMC Election Result: કોર્પોરેશનમાં હારની જવાબારી સ્વીકારી શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાન્ત પટેલે આપ્યુ રાજીનામુ

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાન્ત પટેલે કોર્પોરેશનમાં પાર્ટીની હારની જવાબદારી સ્વીકારી અમિત ચાવડા (amit chavda) ને રાજીનામું મોકલી આપ્યું છે. 

AMC Election Result: કોર્પોરેશનમાં હારની જવાબારી સ્વીકારી શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાન્ત પટેલે આપ્યુ રાજીનામુ

અમદાવાદઃ રાજ્યમાં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણી (Municipal elections) માં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ પાર્ટીમાં રાજીનામાની મોસમ શરૂ થઈ છે. હારની જવાબદારી સ્વીકારી અનેક નેતાઓ રાજીનામાં આવી રહ્યાં છે. તો અમદાવાદ કોર્પોરેશનમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પાર્ટીને અહીં 192માંથી માત્ર 25 સીટો મળી હતી. હવે આ હારની જવાબદારી સ્વીકારી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાન્ત પટેલે (Shashikant Patel) પણ રાજીનામુ આપી દીધું છે. 

અમદાવાદ શહેર પ્રમુખનું રાજીનામુ
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાન્ત પટેલે કોર્પોરેશનમાં પાર્ટીની હારની જવાબદારી સ્વીકારી અમિત ચાવડા (amit chavda) ને રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે લખેલા રાજીનામા પત્રમાં ઉલ્લેખ કર્યો કે, અમદાવાદ કોર્પોરેશનમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી સ્વીકારુ છું. તેમજ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ પરથી રાજીનામું આપુ છું. 

આવું રહ્યું અમદાવાદ કોર્પોરેશનનું પરિણામ
અમદાવાદમાં કુલ વોર્ડઃ 48
કુલ સીટઃ  192
ભાજપનો વિજય- 159
કોંગ્રેસની જીત- 25
AIMIM- 7
અન્ય- 1

- ગોતા અને ચાંદલોડિયામાં ભાજપની પેનલની જીત
- ચાંદખેડામાં ભાજપ 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
- રાણીપ, નવા વાડજ, સ્ટેડિયમમાં ભાજપની પેનલ જીતી
- ઘાટલોડિયા, થલતેજ, સાબરમતી વોર્ડમાં ભાજપની જીત
- જોધપુર અને નવરંગપુરામાં ભાજપની પેનલની જીત
- નારણપુરા, ચાંદલોડિયા, બોડકદેવમાં ભાજપનો વિજય
- વેજલપુર, વાસણા, પાલડીમાં ભાજપની પેનલની જીત
- સૈજપુર, નિકોલ, અસારવા, ખોખરામાં ભાજપની જીત
- બાપુનગર, શાહીબાગ, સરસપુરમાં ભાજપનો વિજય
- મણિનગર અને ઈસનપુરમાં ભાજપની પેનલ વિજેતા
- નરોડા, ઓઢવ, રામોલ, વટવામાં ભાજપની જીત
- ઈન્દ્રપુરી, વસ્ત્રાલ, સરદારનગરમાં ભાજપની જીત
- ઠક્કરબાપાનગર, ભાઈપુરા-હાટકેશ્વરમાં ભાજપની જીત
- દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં કોંગ્રેસ વિજેતા
- કુબેરનગર અને ગોમતીપુરમાં કોંગ્રેસની પેનલ વિજેતા
- અમરાઈવાડીમાં 3 ભાજપ, કોંગ્રેસની 1 બેઠક પર જીત
- ઈન્ડિયા કોલોનીમાં ભાજપ 3, કોંગ્રેસની 1 બેઠક પર જીત
- લાંભામાં ભાજપ 3 અને અપક્ષની 1 બેઠક પર જીત
- જમાલપુરમાં કોંગ્રેસનો સફાયો, AIMIMની પેનલ વિજેતા
- મક્તમપુરામાં AIMIM 3, કોંગ્રેસની 1 બેઠક પર જીત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news