Land Grabbing Act: 3 મહિના પહેલા 9 સામે ગુનો નોંધાયો, પોલીસના હાથે માત્ર એક આરોપી આવ્યો
રાજ્યમાં જમીન પચાવી પાડતા ગુનેગારોને કાબુમાં લેવા માટે સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act) તો બનાવ્યો. પરંતુ હવે તેના આરોપીને ઝડપી પાડવા પોલીસ (Ahmedabad Police) માટે માથાનો દુખાવો બની ગયો છે
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: રાજ્યમાં જમીન પચાવી પાડતા ગુનેગારોને કાબુમાં લેવા માટે સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act) તો બનાવ્યો. પરંતુ હવે તેના આરોપીને ઝડપી પાડવા પોલીસ (Ahmedabad Police) માટે માથાનો દુખાવો બની ગયો છે. તેવામાં રામોલ પોલીસ (Ramol Police) સ્ટેશન વિસ્તારમાં મંગાજી ઠાકોરની 11 કરોડની જમીન પચાવી લેવાના કેસમાં 3 મહિના પહેલા 9 આરોપી વિરુધ્ધ ગુનો નોંધાયો હતો. જેમાંથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના રામોલ પોલીસની (Ramol Police) કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ પ્રફુલ વ્યાસ છે. આરોપીએ પોતાના સાગરિતો સાથે મળી દસ્ક્રોઈના (Daskroi) વડોદ ગામના વતની મંગાજી ઠાકોરની 28 વિઘા જમીન પચાવી (Land Grabbing) પાડી હતી. પ્રફુલ તથા તેના સગરીતો ભરતસિંહ, બિલ્ડર વિનોર ઉર્ફે રાવણ અને અન્ય 6 આરોપીએ મળી ફરિયાદીની 11 કરોડની જમીન પચાવી પાડી હતી. આરોપીએ ફરિયાદીને ટુકડે ટુકડે 1.20 કરોડ આપી ઉપરની રકમ ચુકવી નથી જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે 3 મહિના બાદ પહેલી ધરપકડ કરી છે.
આ પણ વાંચો:- ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું રેકેટ ઝડપાયું, 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
બનાવની વાત કરીએ તો મંગાજીની જમીનમાં ખોટા દસ્તાવેજોથી માંડી સંખ્યાબંધ વાંધા હતા. જે તમામ વાંધા દૂર કરી ફરિયાદી પાસેથી 11.11 કરોડની જમીન ખરીદવાના બહાને છેતરપિંડી (Frud) આચરી હતી. ફરિયાદી મંગાજીને રજીસ્ટાર ઓફિસે બોલાવી રૂપિયા ભરેલો થેલો બતાવીને પહેલા દસ્તાવેજો પર સહી કરાવી દેવામાં આવી હતી. બાદમાં રૂપિયા આપ્યા વિના અને ફરિયાદી તથા તેની સાથે રહેલા લોકોને ધમકાવી રૂપિયા લઈ આરોપી ફરાર થઈ ગયા હતા. જે ગુનામાં સંડોવાયેલ 6 આરોપી વિરમ દેસાઈ, આંબાભાઈ વાટલીયા, ચંદુભાઈ ધાનાણી, ડુંગરભાઈ કોતડીયા અને વિરમ રૂપાપરા વિરુધ્ધ હાઈકોર્ટે ધરપકડનો સ્ટે મુક્યો છે. જો કે તે સિવાયના અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
11 કરોડની જમીન પચાવી લેવાના ગુનામા આરોપી એ રૂપિયા ન આપી દસ્તાવેજો પર સહીઓ કરાવી જમીન કબ્જે કરી લીધી હતી. જોકે રુપિયા લેવા ગયેલા ફરિયાદી ને હથિયાર બતાવી ધમકી આપી હતી.. જેથી પોલીસે બિલ્ડર સહિત ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. જોકે આ કેસમાં આરોપી પકડાયા બાદ વધુ ખુલાસા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે